ફરીદાબાદ પાસેના ધૌજ ગામમાં ડૉ. મુઝમ્મિલને ત્યાંથી ગ્રાઇન્ડર મળી આવ્યું હતું જેમાં તે યુરિયા અને અન્ય વિસ્ફોટક સામાન પીસીને એમાંથી બારુદ બનાવતો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગુરુવારે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ફરીદાબાદના ધૌજ ગામમાં ડૉ. મુઝમ્મિલના ઘરની સાથે બીજા પણ અનેક લોકોના ઘરે છાપામારી કરી હતી. એમાં શબ્બીર નામની વ્યક્તિના ઘરેથી એક ગ્રાઇન્ડર મળ્યું હતું. આતંકી ડૉ. મુઝમ્મિલે ફરીદાબાદમાં ૨૬૦૦ કિલો અમોનિયમ નાઇટ્રેટ એકઠું કર્યું હતું એ જથ્થો પણ એજન્સીઓને મળી આવ્યો હતો. આ જ ગામનાં છૂપાં ઠેકાણાંઓમાં આ વિસ્ફોટકોને દળીને એને બારુદની જેમ વાપરવા માટે ઘંટી લગાવી રાખી હતી. સૂત્રોના કહેવા મુજબ આતંકી મુઝમ્મિલના ઘરે પણ આવી જ લોટ દળવાની ચક્કી હતી એટલે બની શકે કે આ મશીનોથી તે યુરિયા દળીને બારુદ બનાવવાની વેતરણમાં હતો.


