Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરી-વેસ્ટમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને અપાઈ સ્ટૉપ વર્ક નો‌ટિસ

અંધેરી-વેસ્ટમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને અપાઈ સ્ટૉપ વર્ક નો‌ટિસ

Published : 21 October, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍર પૉલ્યુશન થતું હોવાની ફરિયાદ અને અવારનવાર પડતા કાટમાળના જોખમે BMCએ કામ બંધ કરાવ્યું

અંધેરી-વેસ્ટના લોખંડવાલામાં એક રીડેવલપમેન્ટનું કામ બંધ કરવાની નોટિસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ઇશ્યુ કરી છે

અંધેરી-વેસ્ટના લોખંડવાલામાં એક રીડેવલપમેન્ટનું કામ બંધ કરવાની નોટિસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ઇશ્યુ કરી છે


અંધેરી-વેસ્ટના લોખંડવાલામાં એક રીડેવલપમેન્ટનું કામ બંધ કરવાની નોટિસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ઇશ્યુ કરી છે. જૂના બિલ્ડિંગને તોડી પાડતી વખતે બહુ ધૂળ ઊડતી હોવાથી ઍર પૉલ્યુશન થવાથી અને અવારનવાર કાટમાળ ઉપરથી નીચે પડતો હોવાથી સલામતીના પ્રશ્નો ઊભા થયા હોવાની ફરિયાદ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. 
BMCએ ઍર પૉલ્યુશન ઘટાડવાની ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ DGS લૅન્ડ ડેવલપર્સને ૩૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારમાં ફેલાતી ધૂળ અને રાહદારીઓ અને વાહનચાલકો માટે સંભવિત જોખમો વિશે ચિંતા વ્યક્ત કર્યા બાદ ૧૯ ઑક્ટોબરે આ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.
લોખંડવાલા ઓશિવરા સિટિઝન્સ અસોસિએશન (LOCA) દ્વારા શૅર કરાયેલા એક વિડિયો બાદ આ ઍક્શન લેવામાં આવી હતી. અંધેરી-વેસ્ટના ઓશિવરાસ્થિત અપના ઘર કૉમ્પ્લેક્સમાં મેઇન રોડ અને ફર્સ્ટ ક્રૉસ રોડના જંક્શન પર DGS ડેવલપર્સ દ્વારા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટના ભાગરૂપે જૂના બિલ્ડિંગને તોડી પાડવામાં આવી રહ્યું હતું. એમાં તોડફોડના સ્થળથી આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ધૂળ ફેલાયેલી જોવા મળી હતી.

BMCની ચકાસણીમાં અનેક ઉલ્લંઘનો મળી આવ્યાં
BMCએ કરેલી તપાસમાં જણાયું હતું કે બાંધકામ-સામગ્રી અને કાટમાળને પૂરતા પ્રમાણમાં ઢાંકવામાં આવ્યાં નહોતાં, જ્યારે ફુટપાથ અને રસ્તાઓ પર છૂટક માટી અને કાટમાળનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અન્ય ઉલ્લંઘનોમાં ઢાંકી ન હોય એવી ગ્રાઇન્ડિંગ, કટિંગ, ડ્રિલિંગ અને સંબંધિત બાંધકામ-પ્રવૃત્તિઓ તેમ જ વાહનની ટાયર-વૉશિંગ સુવિધાનો અભાવ સામેલ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK