Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉર્પોરેશનની કાર્યવાહીના વિરોધમાં ડોમ્બિવલીમાં આજે ફેરિયાઓનો મોરચો

કૉર્પોરેશનની કાર્યવાહીના વિરોધમાં ડોમ્બિવલીમાં આજે ફેરિયાઓનો મોરચો

Published : 31 March, 2026 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે ડોમ્બિવલીના ફેરિયાઓ ડોમ્બિવલી વૉર્ડ-ઑફિસે મોરચો લઈ જવાના છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ક્લ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) દ્વારા ફેરિયાઓ સામે કરવામાં આવતી કાર્યવાહીને લઈને હવે ફેરિયાઓ ભડક્યા છે. આજે ડોમ્બિવલીના ફેરિયાઓ ડોમ્બિવલી વૉર્ડ-ઑફિસે મોરચો લઈ જવાના છે.

આ મોરચા બાબતે માહિતી આપતાં ‘કષ્ટકરી હૉકર્સ વ ભાજી વિક્રેતા યુનિયન-ડોમ્બિવલી’ના અધ્યક્ષ બબન કાંબળેએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ફેરિયાઓ પણ તેમની આજીવિકા રળી શકે એ માટે ૨૦૧૪માં કાયદો બનાવ્યો છે અને દર પાંચ વર્ષે સરકારને  ફેરિયાઓનો સર્વે કરવા જણાવ્યું છે. KDMCએ ૨૦૧૪માં સર્વે કર્યો હતો, એ વખતે કલ્યાણ-ડોમ્બિવલીમાં ૯૫૩૧ ફેરિયાઓ હોવાનું જણાઈ આવ્યું હતું. એ પછી KDMCએ સર્વે કર્યો જ નથી. KDMC ફેરિયાઓ સામે કાર્યવાહી કર્યે રાખે છે જેના કારણે અમારી આજીવિકા પર અસર પડે છે. સુધરાઈ સર્વે કરે એ જરૂરી છે.’



આજના મોરચા વિશે માહિતી આપતાં બબન કાંબળેએ કહ્યું હતું કે ‘સવારે ૧૦ વાગ્યે અમે ડોમ્બિવલી-ઈસ્ટના નેહરુ ગાર્ડનથી મોરચાની શરૂઆત કરીશું, જે ત્યાર બાદ વૉર્ડ-ઑફિસ પર જશે અને ત્યાર બાદ અમે વૉર્ડ-ઑફિસરને અમારું નિવેદન આપીશું. બપોરે ૧ વાગ્યા સુધી ફેરિયાઓ આ મોરચામાં જોડાશે અને ત્યાર બાદ ફરી તેમના ધંધા પર પહોંચી જશે.’  


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK