Thane Crime: સોમવારે લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ખરદી ગામ પાસે એકાદ ગલીમાં બે લોકોએ ચાકુ અને તલવાર વડે હુમલો કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
થાણેમાંથી એક દર્દનાક સમાચાર (Thane Crime) સામે આવી રહ્યા છે. બે અજાણ્યા શખ્સોએ બે કઝીન ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ગઈકાલે ભીવંડીમાં આ ઘટના બની હતી. સોમવારે લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ખરદી ગામ પાસે એકાદ ગલીમાં બે લોકોએ ચાકુ અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બે કઝીન ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તે બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આ બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હજી સુધી આ હુમલા પાછળનો હેતુ જાણી શકાયો નથી. પોલીસના જણાવ્યા અનુસાર ૪૨ વર્ષના પ્રફુલ્લ તંગડી અને ૨૨ વર્ષના ચેતન તંગડી અહીંના રહેવાસી છે, જેઓનું આ હુમલા બાદ મોત થયું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બંનેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે (Thane Crime) સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં ગુનો નોંધી લેવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોરો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ કેસ પણ ફાઈલ કર્યો છે. હાલમાં આરોપીઓને દબોચી લેવા માટે પોલીસ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું. સોમવારે રાત્રે 11.30 વાગ્યે અજાણ્યા શખ્સોએ લોકોએ આ બે ભાઈઓ પર ધારદાર શસ્ત્ર વડે હુમલો કર્યો હતો. જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ બેમાંથી કોઈને પણ બચાવી શકાયા નથી.
ADVERTISEMENT
આ જ ઘટના (Thane Crime)વિષેના અપડેટ આપતાં ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હર્ષવર્ધન બર્વે જણાવે છે કે અજાણ્યા હુમલાખોરોએ સોમવારની રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ ખરદી ગામમાં આવીને એક ગલીમાં તલવાર અને છરી લઈને બે જણ પર હુમલો કર્યો હતો. જેમના પર હુમલો કરાયો તેઓ કઝીન ભાઈઓ છે
અન્ય એક કેસની (Thane Crime) વાત કરવામાં આવે તો ભિવંડીમાં મોડી રાત્રે બોલાચાલી દરમિયાન એક મહિલાના ઘરે કથિત રીતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ મામલે કુલ 11 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. 7 ઓગસ્ટના રોજ કેટલાક લોકો મહિલાના ઘરે ઘુસી ગયા હતા, ત્યાં જઈને ગાળો કાઢી હતી. ત્યાંથી ન અટકતાં તે તમામ લોકોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આરોપીઓમાંના એક ઉમર અહેમદ રઝાએ ફરિયાદીના કાકા પર પથ્થરથી હુમલો કર્યો હતો. આરોપીની સાળીએ ફરિયાદીનું ગળું પકડી લીધું હતું, તેને ખેંચી હતી અને તેના કપડાં ફાડી નાખ્યા હતા. 8 ઓગસ્ટે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ ઘટના કઈ રીતે બની હતી તે અંગેની તપાસ પણ ચાલી રહી છે.

