Thane: થાણેના અંબરનાથ વિસ્તારમાં એક યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવ્યો; આઠ લોકોના ટોળાએ ધારદાર હથિયારોથી હુમલો કર્યો; પિડિત યુવાન હોસ્પિટલમાં દાખલ
વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ
આઠ લોકોના ટોળાએ જૂની દુશ્મનાવટના કારણે તલવારો અને દાતરડા સહિતના તીક્ષ્ણ હથિયારો વડે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે (Thane) જિલ્લાના અંબરનાથ (Ambernath) માં બનેલી આ ઘટના દુકાનની અંદર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે.
મહારાષ્ટ્રના થાણે (Thane News) જિલ્લાના અંબરનાથમાં (Thane man hacked to death) સુધીર ઓમપ્રકાશ સિંહ નામના એક વ્યક્તિ પર તલવારો અને દાતરડા સહિતના તીક્ષ્ણ હથિયારો ધરાવતા આઠ લોકોના ટોળાએ જૂની દુશ્મનાવટમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના દુકાનના પરિસરમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
ADVERTISEMENT
View this post on Instagram
સુધીર ઓમપ્રકાશ સિંહ તેની કારનો એક ભાગ રિપેર કરાવવા માટે સ્થાનિક ઓટોમોબાઈલ રિપેર શોપમાં ગયો હતો. ત્યાં જ હુમલાખોરોએ તેને ઘેરી લીધો અને હુમલો કર્યો.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે સુધીર ઓમપ્રકાશ સિંહ પોતાનો બચાવ કરવા માટે વર્કશોપમાં દોડી રહ્યો છે અને ધાતુનો ટુકડો પકડી રહ્યો છે. જોકે, તે પ્રતિક્રિયા આપે તે પહેલાં, પાંચ સશસ્ત્રસજ્જ માણસો એક પછી એક દુકાનમાં ઘૂસી ગયા અને તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. એક હુમલાખોરે તેના પર એક નાનું સ્ટૂલ ફેંક્યું જ્યારે અન્ય લોકોએ તલવારો અને દાતરડાથી તેના પર હુમલો કર્યો. સુધીર ઓમપ્રકાશ સિંહે દુકાનના ખૂણામાં આશરો લીધો પરંતુ હુમલાખોરોએ તેને માર મારતા આખરે તે પડી ગયો. સુધીર ઓમપ્રકાશ સિંહ પોતાનો જીવ બચાવવા માટે દુકાનના એક ખૂણામાં છુપાઈ જાય છે. આ સમય દરમિયાન, તેને નિર્દયતાથી મારવામાં આવ્યો છે.
લગભગ દોઢ મિનિટના અવિરત હુમલા પછી, એક હુમલાખોર બાકીના લોકોને દુકાનમાંથી બહાર કાઢી ગયો. ત્યારબાદ તેઓએ સિંઘના સ્કૂટરમાં તોડફોડ કરી અને પછી મોટરબાઈક પર ભાગી ગયા.
હુમલા દરમિયાન સુધીર ઓમપ્રકાશ સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુધીર ઓમપ્રકાશ સિંહને પીઠ, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને ઉલ્હાસનગર (Ulhasnagar) ની સેન્ટ્રલ હોસ્પિટલ (Central Hospital) માં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
સુધીર ઓમપ્રકાશ સિંહ પર આઠ શખ્સોએ કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજનો વીડિયો અત્યારે ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
થાણે જિલ્લાના અંબરનાથમાં બનેલી આ દુર્ઘટના મામલે અંબરનાથ પશ્ચિમ પોલીસ સ્ટેશન (Ambernath West Police Station) માં કેસ નોંધવામાં આવ્યો છે, અને મુંબઈ પોલીસ (Mumbai Police) આ હુમલા માટે જવાબદાર ગેંગની સક્રિય રીતે શોધ કરી રહી છે.
આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


