અહીં શીખો પાલક-કોફ્તા
પાલક-કોફ્તા
સામગ્રી : ઝીણી સુધારેલી પાલક, ચણાનો લોટ, જીરું, આદું, મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, ચપટીક સોડા - બધું મિક્સ કરીને કોફ્તા વાળવા. તેલ ગરમ કરીને કોફ્તા તળી લેવા.
ગ્રેવી માટે : ૩-૪ ટમેટાં, ૨ કાંદા, ૬-૭ લસણની કળી, ૮-૧૦ કાજુ, ૨ એલચી, ૧-૨ લીલાં મરચાં, ૧ ટુકડો આદું, ૧ તેજ પત્તું, ૫-૬ મરી, ૨ લવિંગ, ૧ ટુકડો તજ - બધું ૧ પૅનમાં તેલ મૂકીને સાંતળવું. થોડું પાણી નાખીને ૧૦ મિનિટ ઉકાળવું. ઠંડું થયા પછી મિક્સરમાં ક્રશ કરીને ગ્રેવી રેડી કરવી. સ્મૂધ ગ્રેવી બનાવવી. ૧ પૅનમાં તેલ-ઘી મૂકી જીરું નાખવું. તૈયાર કરેલી ગ્રેવી નાખવી. એમાં કાશ્મીરી મરચું, ગરમ મસાલો નાખવો. એ પછી મીઠું અને આમચૂર નાખવું. ૧ ચમચી સાકર નાખીને થોડું પાણી નાખવું અને એમાં કોફ્તા નાખીને સર્વ કરવું.
ADVERTISEMENT
(તમે પણ મોકલી શકો છો રેસિપી : સાથે વાનગીનો ફોટો હોવો જરૂરી. તમારા નામ, ફોટો અને ફોન-નંબર સાથે gujmid@gmail.com પર ઈમેઇલ કરો. સિલેક્ટેડ રેસિપી પ્રકાશિત થશે.)


