નોંધનીય છે કે રિપેરિંગ પત્યા પછી પણ બે દિવસ પાણીનું પ્રેશર લો રહેવાની શક્યતા છે. તેથી પૂરતા પાણીનું સ્ટોરેજ કરી લેવાની સૂચના પણ TMCએ આપી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ બુધવારે ઘોડબંદર રોડ, વર્તકનગર, કલવા અને એની આસપાસના વિસ્તારોમાં ૧૨ કલાક માટે પાણીકાપ જાહેર કર્યો છે. પિસે પમ્પિંગ સેન્ટરમાં વૉટર પ્યુરિફિકેશન સેન્ટર અને હાઈ-પ્રેશર સબસ્ટેશનમાં રિપેરિંગ કરવાનું હોવાથી સવારે ૯ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી અમુક વિસ્તારોમાં પાણીકાપ રહેશે. ઘોડબંદર રોડ, વર્તકનગર, ઋતુ પાર્ક, જેલ, ગાંધીનગર, રુસ્તમજી, સિદ્ધાંચલ, સમતાનગર, ઇન્ટરનિટી, જૉન્સન અને કલવાના અમુક વિસ્તારોમાં પાણીકાપ લાગુ પડશે. TMCના અધિકારી જણાવ્યું હતું કે પ્રી-મૉન્સૂન મેઇન્ટેનન્સ, કન્ટ્રોલ પૅનલ રિપેર, હાઈ-પ્રેશર સબસ્ટેશનમાં ઑઇલ ફિલ્ટરેશન અને વૉટર પ્યુરિફિકેશન જેવાં કામો માટે પાણીકાપ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે રિપેરિંગ પત્યા પછી પણ બે દિવસ પાણીનું પ્રેશર લો રહેવાની શક્યતા છે. તેથી પૂરતા પાણીનું સ્ટોરેજ કરી લેવાની સૂચના પણ TMCએ આપી છે.

