ઉલ્હાસનગર પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે પવન પાહુજાએ તેની પત્ની અને દીકરીનું ગળું દાબી તેમની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી
પ્રતીકાત્મક તસવીર
ઉલ્હાસનગર કૅમ્પ-૧માં રહેતા જ્વેલર પવન પાહુજા, તેની પત્ની નેહા અને દીકરી રોશનીના મૃતદેહ તેમના ઘરમાંથી જ ગુરુવારે મળી આવ્યા હતા. ઉલ્હાસનગર પોલીસના જણાવ્યા અનુસાર પવન પાહુજાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો, જ્યારે તેની પત્ની નેહા અને દીકરી રોશનીના મૃતદેહ જમીન પર પડ્યા હતા. તેમના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ઉલ્હાસનગર પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે પવન પાહુજાએ તેની પત્ની અને દીકરીનું ગળું દાબી તેમની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવી જોઈએ. તેમના પાડોશી પાસેથી માહિતી લેતાં તેમણે કહ્યું હતું કે પવન પાહુજાને કેટલાક લોકોએ છેતર્યો હોવાથી તે આર્થિક સંકડામણ અનુભવતો હતો. વળી તેને એ માટે બહુ હેરાન પણ કરવામાં આવતો હતો એથી તે કંટાળી ગયો હતો. તેણે પાડોશીઓ સાથે પણ આ વાત કરી હતી. એટલું જ નહીં, તે આ સમસ્યાથી છુટકારો મેળવવા જીવનનો અંત લાવવાનું પણ કહેતો હતો. તેના મિત્રએ પવન પાહુજાએ આ સંદર્ભે બનાવેલો વિડિયો પણ પોલીસને આપ્યો હતો.

