અન્વિકા કબાટ પર ઉભી રહે છે અને બારી પર બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું બેલેન્સ બગાડતાં તે બારીમાંથી પડી જાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પછી, છોકરીની માતાએ લોકો પાસેથી મદદ માટે બૂમો પાડી હતી. અવાજ સાંભળીને, પડોશીઓ તેમના ઘરની બહાર આવ્યા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વસઈ-નાયગાંવની નવકાર સિટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે. નવકાર સિટીમાં રહેતી એક બાળકી 12માં માળેથી નીચે પડી હતી. ઘરની બહારની લૉબી રમતી વખતે બારીમાંથી ચાર વર્ષની બાળકી પડી ગઈ હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં બાળકીનું દુઃખદ મૃત્યુ થયું. એવું કહેવાય છે કે તેની માતાએ તેને સેન્ડલ પહેરવા માટે જૂતાની રૅક પર બેસાડી હતી, જ્યાંથી તે બારીની ફ્રેમ પર ચઢવા લાગી, ત્યારબાદ આ અકસ્માત થયો. બાળકી પડી જવાની ઘટના લૉબીના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ ઘટનાનો રિપોર્ટ નોંધ્યો છે.
શું છે આખો મામલો?
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીનું નામ અન્વિકા પ્રજાપતિ હતું. સીસીટીવી ફૂટેજ મુજબ, તે બુધવારે સાંજે લગભગ 8 વાગ્યે તેની માતા સાથે ક્યાંક જઈ રહી હતી. ચાર વર્ષની અન્વિકા ઘરની બહાર આવે છે અને તેની માતા પણ તેની પાછળ આવે છે. તેની માતા દરવાજો બંધ કરતી વખતે જ અન્વિકાએ મોટા કદના જૂતા પહેર્યા. આ પછી, અન્વિકાની માતા તેને જૂતાની રૅક પર બેસાડીને તૈયાર કરવા લાગે છે. તે પોતે ચંપલ પહેરે છે અને તેની પુત્રી માટે સેન્ડલ લાવે છે, જોકે આ દરમિયાન અન્વિકા બારી પર ચઢે છે, અને તે દરમિયાન પડી જાય છે.
View this post on Instagram
ડૉક્ટરોએ છોકરીને મૃત જાહેર કરી
આ દરમિયાન, અન્વિકા કબાટ પર ઉભી રહે છે અને બારી પર બેસવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું બેલેન્સ બગાડતાં તે બારીમાંથી પડી જાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પછી, છોકરીની માતાએ લોકો પાસેથી મદદ માટે બૂમો પાડી હતી. અવાજ સાંભળીને, પડોશીઓ તેમના ઘરની બહાર આવ્યા અને છોકરીને ઉપાડવા દોડી ગયા. છોકરીને તાત્કાલિક વસઈ પશ્ચિમની સર ડીએમ પેટિટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે છોકરીની માતાની બેદરકારીને લીધે જીવ ગયો છે. જોકે આ ઘટના ખરેખર દુઃખદ છે અને પેરેન્ટ્સ તેમના બાળકોનું વધુ ધ્યાન આપે તે અંગે તેવો પ્રશ્ન પણ ઊભો કરે છે.
બાળકો સામે થતાં ગુનાઓ વધ્યા
માનખુર્દમાં ગુરુવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. રસ્તાની એક બાજુએ પાર્ક કરેલી રિક્ષામાં રમી રહેલા ૧૧ વર્ષના છોકરા પર પિટબુલ ડૉગે હુમલો કર્યો હતો અને તેને દાઢી પર બટકું ભરી દીધું હતું. છોકરો રાડારાડ કરતો પિટબુલથી જીવ બચાવવા રિક્ષામાંથી કૂદી પડ્યો અને રસ્તા પર દોડ્યો હતો અને એ વખતે એ ડૉગ પણ તેની પાછળ પડ્યો હતો. જોકે આ આખી ઘટના બની ત્યારે એ ડૉગનો માલિક રિક્ષામાં જ બેસીને હસી રહ્યો હતો. એટલું જ નહીં, કૂતરાને છોકરાને હેરાન કરવા ઉશ્કેરી રહ્યો હતો. આ ઘટના મોબાઇલ પર રેકૉર્ડ પણ કરાઈ હતી અને એ પછી એ વિડિયો વાઇરલ પણ થયો હતો. ડૉગના હુમલામાં ઘાયલ થયેલા છોકરાના પિતાએ આ બાબતે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે ડૉગમાલિક સોહિલ હસન ખાનની ધરપકડ કરી તેની સામે ગુનો પણ નોંધ્યો હતો અને એ પછી તેને નોટિસ દઈને છોડી મૂકવામાં આવ્યો હતો.
ધબકારો ચૂકી જવાય એવો વિડિયો
મમ્મીની અમુક સેકન્ડ માટે નજર હટી અને બાળકી બારમા માળથી નીચે પટકાઈ
નાયગાંવમાં બનેલા એક કરુણ બનાવમાં નાની બાળકી અન્વિકા પ્રજાપતિએ બારમા માળની બાલ્કનીમાંથી પડી જવાથી જીવ ગુમાવ્યો એ સમાચાર તાજેતરમાં આવ્યા હતા. હવે આ ઘટનાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયું હતું. એક પળ માટે ધબકારો ચૂકી જવાય એવું કરુણ દૃશ્ય વિડિયોમાં દેખાય છે. આ દૃશ્ય બિલ્ડિંગનાં સેફટી નૉર્મ્સ વિશે પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે.
વિડિયોમાં દેખાય છે કે બાળકી ઘરમાંથી બહાર નીકળે છે અને રમતમાં તે શૂ-રૅક પાસે પડેલાં મોટાં ચંપલ પહેરે છે. તેને આ રીતે મસ્તી કરતી રોકવા માટે તેની મમ્મી તેને ઊંચકીને પૅસેજની બારી પાસે પડેલી શૂ-રૅક પર બેસાડી દે છે અને તેની પાસે પોતાનું પર્સ મૂકે છે. મમ્મી પોતાનાં ચંપલ પહેરવા ઊંધી ફરે છે એ સમયે બાળકી પર્સ લેવા ઊભી થાય છે અને બારી પર બેસવા જતાં તેનું બૅલૅન્સ ગુમાવે છે. પાછળની બાજુ નમી જતાં બાળકી બારીમાંથી સીધી નીચે પટકાય છે. બારમા માળેથી નીચે પટકાતાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો. ગ્રિલ ન હોવાને કારણે બાળકીનું બૅલૅન્સ જતાં તે બારમા માળેથી સીધી નીચે પટકાઈ હતી. અમુક સેકન્ડ માટે જ મમ્મીનું ધ્યાન હટતાં આ દુર્ઘટના બની હતી.

