પોલીસે અહેવાલ આપ્યો છે કે આરોપી સોનુ બારાઈનું ઈજાઓથી મૃત્યુ થયું છે, જ્યારે ૨૪ વર્ષીય મહિલા, મનીષા યાદવ, એક ખાનગી હૉસ્પિટલના ICUમાં દાખલ છે. કાલાચોકી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે ૧૦:૩૦ વાગ્યે ચિંચપોકલી નજીક દત્તારામ લાડ રોડ પર બની હતી.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ એક ચાકુ હુમલાની ઘટનાને લીધે હચમચી ગઈ છે. એક ૨૪ વર્ષીય બેરોજગાર યુવક, જે તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપથી નારાજ હતો, તેના ગુસ્સામાં તેણે હત્યાનો માર્ગ અપનાવ્યો. આરોપીએ જાહેરમાં મહિલા પર અનેક વાર ચાકુ વડે હુમલા કર્યા અને તે બાદ પોતાનું પણ ગળું કાપી નાખ્યું. મહિલા પર હુમલો કર્યા બાદ ત્યારબાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી. રસ્તાની વચ્ચે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં હોબાળો મચાવી દીધો છે. પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને વિસ્તારમાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારે સવારે લાલબાગના ચિંચપોકલી વિસ્તારમાં બની હતી. આરોપી વ્યક્તિએ ચાકુ મારવાના ઇરાદાથી મહિલાનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેણે પ્રસૂતિ હૉસ્પિટલની સામે મહિલાને પકડી લીધી અને તેના પર અનેક વાર ચાકુ વડે હુમલા કર્યા. હુમલામાં જખમી થતાં મહિલા હૉસ્પિટલની અંદર ભાગી ગઈ હતી અને તેનો જીવ બચી ગયો.
યુવતીની હાલત ગંભીર છે: પોલીસે જણાવ્યું
ADVERTISEMENT
પોલીસે અહેવાલ આપ્યો છે કે આરોપી સોનુ બારાઈનું ઈજાઓથી મૃત્યુ થયું છે, જ્યારે ૨૪ વર્ષીય મહિલા, મનીષા યાદવ, એક ખાનગી હૉસ્પિટલના ICUમાં દાખલ છે. કાલાચોકી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે ૧૦:૩૦ વાગ્યે ચિંચપોકલી નજીક દત્તારામ લાડ રોડ પર બની હતી.
વાતચીત દરમિયાન ઝઘડો થયો
પોલીસે જણાવ્યું કે યુવાન અને મહિલા કાલાચોકી પોલીસ સ્ટેશનથી ચિંચપોકલી સ્ટેશન તરફ ચાલી રહ્યા હતા. સાક્ષીઓએ પોલીસને જણાવ્યું કે તે પુરુષે અચાનક મહિલા પર રસ્તા પર છરી વડે હુમલો કર્યો હતો. પોતાનો જીવ બચાવવાના પ્રયત્નમાં, મહિલા નજીકના નર્સિંગ હોમમાં દોડી ગઈ હતી. હુમલાખોર તેનો પીછો કરીને અંદર ગયો અને મહિલાને અનેક વખત છરી મારી હતી. દરમિયાન જ્યારે સ્થાનિક લોકો અને નર્સિંગ હોમના સ્ટાફે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે વ્યક્તિએ પોતાના ગાળા પર જ છરી ફેરવી અને અપઘાત કરી લીધો હતો. બન્નેને તાત્કાલિક સારવાર માટે પરેલની KEM હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કાલાચોકી પોલીસ અને ડૅપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન 4) આર. રાગસુધા ઘટના પછી તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા. KEM હૉસ્પિટલમાં પોલીસ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.
બન્ને લાંબા સમયથી સંબંધમાં હતા
એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બન્ને પડોશીઓ થોડા સમયથી સંબંધમાં હતા, પરંતુ તાજેતરમાં જ તેમના પ્રેમ સંબંધો તૂટી ગયા કારણ કે આરોપીને શંકા હતી કે મહિલાને કોઈ બીજા સાથે અફેર છે. શુક્રવારે, આરોપીએ છોકરીને નજીકમાં મળવા બોલાવી હતી, ત્યારે ઝઘડો થયો અને તેણે મહિલા પર ચાકુ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું.


