UAEમાં સૌથી વધુ ૨૭૭૩, સાઉદી અરેબિયામાં ૨૩૭૯
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે લોકસભામાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ૧૦,૫૭૪ ભારતીય નાગરિકો વિવિધ દેશોની જેલમાં જુદા-જુદા ગુનાઓની સજા કાપી રહ્યા છે, એમાંથી ૪૩ ભારતીય નાગરિકોને મૃત્યુદંડ મળે એવી સંભાવના છે.
સૌથી વધુ UAEની જેલમાં ૨૭૭૩, સાઉદી અરેબિયાની જેલમાં ૨૩૭૯ અને નેપાલમાં ૧૩૫૭ ભારતીય નાગરિકો જેલમાં કેદ છે. કતરમાં ૭૯૫, મલેશિયામાં ૩૮૦, કુવૈતમાં ૩૪૨, UKમાં ૩૨૩, બાહરિનમાં ૨૬૧, પાકિસ્તાનમાં ૨૪૬ અને ચીનમાં ૧૮૩ ભારતીય નાગરિકો જેલવાસ ભોગવી રહ્યા છે. આ ઉપરાંત બીજા અનેક દેશોમાં ભારતના ૧-૧ નાગરિક જેલમાં છે.
ADVERTISEMENT
૧૦,૫૭૪ કેદીઓમાંથી ૪૩ કેદીઓ મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે; એમાં પણ સૌથી વધુ ૨૧ UAEમાં, ૭ સાઉદી અરેબિયામાં, ૪ ચીનમાં, ૩ ઇન્ડોનેશિયામાં અને ૨ કુવૈતમાં છે. મલેશિયા, અમેરિકા, ઓમન, પાકિસ્તાન, કતર અને યમનમાં એક-એક ભારતીય નાગરિક પર મૃત્યુદંડની તલવાર લટકી રહી છે.

