આ મૂર્તિ બનાવવામાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો કામ કરી રહ્યા છે. મુખ્ય કામ રાજસ્થાનના જયપુરના કારીગરો કરી રહ્યા છે. આ મૂર્તિ છતરપુરની ઓળખ બની જશે.
૪ વર્ષથી ૫૧ ફુટ ઊંચી હનુમાનની અષ્ટ ધાતુની મૂર્તિ
મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના જાનરાય ટૌરિયા પહાડ પર છેલ્લાં ૪ વર્ષથી ૫૧ ફુટ ઊંચી હનુમાનની અષ્ટ ધાતુની મૂર્તિ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને આગામી ૪ મહિનામાં આ મૂર્તિ સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ જશે. હનુમાનજીની આ મૂર્તિ બનાવવા પાછળની વાત નિરાળી છે. નિર્મોહી અખાડાના મહંત શ્રંગારી મહારાજે એવો સંકલ્પ લીધો હતો કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું કામ શરૂ થશે ત્યારે જાનરાય ટૌરિયા પર અજાનભુજ સરકાર મંદિર પરિસરમાં ૫૧ ફુટની હનુમાનની મૂર્તિ બનાવવામાં આવશે. રામ મંદિરનું કામકાજ શરૂ થયા બાદ આ સ્થળે મૂર્તિ બનાવવાના કામનો આરંભ થયો હતો, પણ કોવિડ-19ને કારણે એમાં થોડું મોડું થયું હતું. આ મૂર્તિમાં સોનું, ચાંદી, તાંબું, પિત્તળ સહિત આઠ ધાતુઓ વાપરવામાં આવશે; પણ એમાં સૌથી વધારે ૧૫૧ ક્વિન્ટલ પિત્તળનો ઉપયોગ થશે. મૂર્તિ બનીને તૈયાર થશે ત્યારે એ બુંદેલખંડ જ નહીં, આખા મધ્ય પ્રદેશમાં સૌથી ઊંચી હનુમાનની મૂર્તિ બની રહેશે. આ મૂર્તિ બનાવવામાં હિન્દુ અને મુસ્લિમ કારીગરો કામ કરી રહ્યા છે. મુખ્ય કામ રાજસ્થાનના જયપુરના કારીગરો કરી રહ્યા છે. આ મૂર્તિ છતરપુરની ઓળખ બની જશે.

