આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે મોટી સંખ્યામાં વૃદ્ધો ખાવાનું ઓછું કરી દે છે
પ્રતીકાત્મક તસવીર
નીતિ આયોગના તાજેતરમાં બહાર પડેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ૭૦ ટકાથી વધારે વૃદ્ધો આર્થિક રીતે બીજા પર નિર્ભર છે એટલું જ નહીં, એમાંથી ઘણા વૃદ્ધોએ નિવૃત્તિની ઉંમર પછી પણ જીવનનિર્વાહ માટે નોકરી કરવી પડે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે મોટી સંખ્યામાં વૃદ્ધો ખાવાનું ઓછું કરી દે છે. ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં અનુક્રમે ૩૭.૧ ટકા અને ૩૬ ટકા સાથે સૌથી વધુ સંખ્યામાં ઓછું વજન ધરાવતા વૃદ્ધો નોંધાયા છે.
વૃદ્ધોમાં મેદસ્વિતામાં પંજાબ ૨૮ ટકા સાથે સૌથી ટોચ પર છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વૃદ્ધોમાં હૃદય સંબંધિત બીમારીઓનું પ્રમાણ ૩૫.૬ ટકા, હાઇપરટેન્શનનું પ્રમાણ ૩૨ ટકા અને ડાયાબિટીઝનું પ્રમાણ ૧૩.૨ ટકા જોવા મળ્યું છે. ઘૂંટણના દુખાવાની ફરિયાદ ૧૯ ટકા વૃદ્ધોમાં જોવા મળી છે. ૩૦ ટકાથી વધુ વૃદ્ધો સતત ઉદાસીનતા અનુભવી રહ્યા છે. વૃદ્ધોમાં ૧૮.૭ ટકા જેટલી મહિલાઓ અને ૫.૧ ટકા જેટલા પુરુષો એકલાં રહે છે.

