Air India Demands Financial Support: ઍર ઇન્ડિયાએ ટાટા સન્સ અને સિંગાપોર ઍરલાઇન્સ પાસેથી 10,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માગી છે. ટાટા ગ્રુપ ઍર ઇન્ડિયામાં 74.9 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સિંગાપોર ઍરલાઇન્સ ધરાવે છે.
					 
					
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અહેવાલ મુજબ, ઍર ઇન્ડિયાએ ટાટા સન્સ અને સિંગાપોર ઍરલાઇન્સ પાસેથી 10,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય માગી છે. ટાટા ગ્રુપ ઍર ઇન્ડિયામાં 74.9 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સિંગાપોર ઍરલાઇન્સ ધરાવે છે. રિપોર્ટ અનુસાર, ઍર ઇન્ડિયાએ તેની સિસ્ટમ અને સેવાઓ સુધારવા માટે ટાટા ગ્રુપ અને સિંગાપોર ઍરલાઇન્સ પાસેથી આ સહાય માગી છે. વધુમાં, કંપની તેની એન્જિનિયરિંગ અને જાળવણી ટીમોને મજબૂત બનાવવા માગે છે.
ADVERTISEMENT
જૂન મહિનામાં, અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 240 થી વધુ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન દ્વારા હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે ઍર ઇન્ડિયાને આશરે 4,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષને કારણે પાકિસ્તાને મે મહિનામાં ભારતીય ઍર લાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. ઍર ઇન્ડિયાએ હજી સુધી આ અહેવાલ પર કોઈ ટિપ્પણી કરી નથી.
અમદાવાદ અકસ્માત
ઍર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કેમ્પબેલ વિલ્સને તાજેતરમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઍર ક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક તપાસ અહેવાલમાં ઍર લાઇનના સંચાલન અથવા પદ્ધતિઓમાં કોઈ ખામી જોવા મળી નથી. એવિએશન ઇન્ડિયા 2025 સમિટમાં બોલતા, વિલ્સને જણાવ્યું હતું કે જુલાઈના અહેવાલમાં તારણ કાઢ્યું છે કે ઍર ઇન્ડિયાની પ્રક્રિયાઓ અથવા વિમાન જાળવણીમાં કોઈ ખામી નથી જેમાં ફેરફારની જરૂર હોય.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ત્રીજા કાર્યકાળ માટે તૈયાર છે. ટાટા ગ્રુપના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે તેમની નિવૃત્તિ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટાટા એક્ઝિક્યુટિવ્સ સામાન્ય રીતે 65 વર્ષની ઉંમરે એક્ઝિક્યુટિવ ભૂમિકાઓ છોડી દે છે, પરંતુ ચંદ્રશેખરન માટે આવું નહીં થાય. દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ, ટાટા ગ્રુપમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પહેલી વાર, ટાટા ગ્રુપે તેના નિવૃત્તિ નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે. ટાટા ટ્રસ્ટ્સે ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને વધુ એક કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ્સે તેમના ત્રીજા કાર્યકાળને મંજૂરી આપી છે. આ નિર્ણય જૂથની અંદર કામગીરી ચાલુ રાખવા માટે લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળનું કારણ એ હોવાનું કહેવાય છે કે જૂથ હાલમાં કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. આમાં ઇલેક્ટ્રિક વાહનો માટે સેમિકન્ડક્ટર અને બેટરીનું ઉત્પાદન અને એર ઇન્ડિયાને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે અનુભવી અને સુસંગત નેતૃત્વની જરૂર છે. એવું પણ જાણવા મળ્યું છે કે ટાટા ટ્રસ્ટ્સે આ પ્રસ્તાવ ટાટા સન્સને મોકલ્યો છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	