રાજસ્થાનના અજમેરમાં આયોજિત વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં એક કરોડ રૂપિયાની ઘોડી નગીનાનું આગમન થયું છે
ગઈ કાલે પુષ્કર પહોંચેલી એક કરોડ રૂપિયાની કિંમતની નગીના નામની ઘોડી આવી પહોંચતાં એને જોવા લોકોની ભીડ જમા થવા લાગી હતી
રાજસ્થાનના અજમેરમાં આયોજિત વિશ્વપ્રસિદ્ધ પુષ્કર મેળામાં એક કરોડ રૂપિયાની ઘોડી નગીનાનું આગમન થયું છે જે પંજાબની છે અને ૪ મોટી સ્પર્ધાઓની વિનર રહી ચૂકી છે અને પ્રસિદ્ધ ઘોડા દિલબાગની દીકરી છે. આમ તો હજી પુષ્કર મેળાની વિધિવત્ શરૂઆત નથી થઈ; પરંતુ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી અનેક જાણીતા ઘોડા અને ઊંટો મેળા માટે પહોંચ્યાં છે. ૩૦ ઑક્ટોબરે મેળાની સત્તાવાર શરૂઆત થશે જે ૬ નવેમ્બર સુધી ચાલશે. ગઈ કાલે પુષ્કર પહોંચેલી એક કરોડ રૂપિયાની કિંમતની નગીના નામની ઘોડી આવી પહોંચતાં એને જોવા લોકોની ભીડ જમા થવા લાગી હતી. નગીના ચમકતી રુવાંટી અને સુંદર ચાલ માટે જાણીતી છે.


