૩૨ વર્ષનો કૅબ-ડ્રાઇવર સંપત ચોરમાલે વિધાનભવનની સામેના એક ઝાડ પર ચડી ગયો હતો.
ગઈ કાલે વિધાનભવન સામે ઝાડ પર ચડેલો કૅબ-ડ્રાઇવર, ભેગા થયેલા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ.
ટ્રાફિક પોલીસે ફાઇન કર્યો હોવાનો દાવો કરીને ગઈ કાલે સવારે ડોંગરીમાં રહેતો ૩૨ વર્ષનો કૅબ-ડ્રાઇવર સંપત ચોરમાલે વિધાનભવનની સામેના એક ઝાડ પર ચડી ગયો હતો.
ટ્રાફિક-પોલીસે મારી કૅબ પર દંડ કર્યો હોવાથી હું મારો જીવ આપી દઈશ એવું તે જોરજોરથી બોલવા લાગતાં પોલીસ, ફાયર-બ્રિગેડ અને ટ્રાફિક-વિભાગના અધિકારીઓ તેને બચાવવા ભેગા થઈ ગયા હતા. આશરે બે કલાક સુધી નાટક ચાલ્યા બાદ સંપતને નીચે ઉતારવામાં પોલીસ અને ફાયર-બ્રિગેડને સફળતા મળી હતી. પ્રાથમિક તપાસ કરતાં સંપતે ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો હતો. એ પછી કફ પરેડ પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ઝાડને પણ લાઇટની માઠી અસર થાય

બોરીવલી-વેસ્ટના ચંદાવરકર રોડ પર ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આર–સેન્ટ્રલ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટે કાર્યવાહી કરીને ઝાડ પર લગાવવામાં આવેલી ડેકોરેશનની લાઇટો કાઢી નાખી હતી. આ બાબતે BMCના ઑફિસરે કહ્યું હતું કે ‘ઝાડ જીવિત છે. એના પર જો લાંબો સમય લાઇટ લગાવવામાં આવે તો એની માઠી અસર થાય છે. એથી એ લાઇટ દિવાળી પૂરતી ઠીક હતી, ચાર-આઠ દિવસમાં એની બહુ અસર ન થાય; પણ લાંબો સમય ન રાખી શકાય. એ માટે દિવાળી પૂરી થતાં જ અમે એ લાઇટો ઝાડ પરથી કાઢી લીધી હતી.’


