સ્થાનિક લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ યુવતીને હૉસ્પિટલમાં પહોંચાડી હતી
ઘાયલ યુવતીને સ્થાનિક લોકોએ અને પોલીસે ઍમ્બ્યુલન્સમાં લઈ જઈને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરી હતી.
બોરીવલીમાં ગઈ કાલે એક ચોંકાવનારી ઘટના બની હતી. પબ–પાર્ટીમાં થયેલા વિવાદનું ત્યાર પછી અકસ્માતમાં રૂપાંતર થયું હતું. બોરીવલી-વેસ્ટમાં આવેલા એક પબમાં પાર્ટી કરીને યુવાન-યુવતી બહાર નીકળ્યાં હતાં. એ વખતે તેમની વચ્ચે કોઈ કારણે વિવાદ થતાં યુવતી કારના બોનેટ પર ચડી ગઈ હતી. એ પછી કાર ચલાવનાર યુવાને કાર સ્ટાર્ટ કરીને ચલાવતાં બોનેટ પર
બેસેલી યુવતીએ સંતુલન ગુમાવ્યું હતું અને રોડ પર પટકાતાં તેને ગંભીર ઈજા થઈ હતી.
સ્થાનિક લોકોએ ઍમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલ યુવતીને હૉસ્પિટલમાં પહોંચાડી હતી. બીજી બાજુ બોરીવલી પોલીસે કાર ચલાવનાર ૩૨ વર્ષના યુવાન વિનીત ઘઈની ધરપકડ કરી તેની સામે બેદરકારીપૂર્વક કાર ચલાવવાનો ગુનો દાખલ કરી કેસની વધુ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે યુવતી એક સ્પામાં જૉબ કરતી હતી જ્યાં વિનીતની તેની સાથે ઓળખાણ થઈ હતી. એ પછી તેઓ એકબીજાના સંપર્કમાં હતાં. તેમણે પબમાં સાથે મળીને પાર્ટી કરી હતી. જોકે ઘરે પાછા જતી વખતે તેમની વચ્ચે વિવાદ થયો હતો. તે યુવતીને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.


