બન્ને પરિવારો પોલીસ-સ્ટેશનમાં મળ્યા હતા અને યુગલોના નિર્ણયને સ્વીકારીને આગળની ફરિયાદ કે કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે ટીવીસિરિયલોમાં જોવા મળે એવો ડ્રામા તાજેતરમાં બરેલીમાં જોવા મળ્યો હતો. ૨૩ ઑગસ્ટે બરેલીમાં રહેતો બે બાળકોનો પિતા એવો ૨૮ વર્ષનો કેશવકુમાર પોતાની જ ૧૯ વર્ષની સાળી કલ્પના સાથે ભાગી ગયો. જોકે એક દિવસ પછી તેનો બાવીસ વર્ષનો સાળો રવીન્દ્ર કેશવની ૧૯ વર્ષની બહેન સાથે ઘરમાંથી ચૂપચાપ ભાગી ગયો હતો. ઉપરાઉપરી બે ચોંકાવનારી ઘટનાઓથી પરિવાર બઘવાઈ ગયો હતો અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ભાગી ગયેલાં બન્ને યુગલોની શોધ ચલાવી હતી અને ૧૫ સપ્ટેમ્બરે બન્નેની ભાળ મળી ગઈ હતી. બન્ને પરિવારો પોલીસ-સ્ટેશનમાં મળ્યા હતા અને યુગલોના નિર્ણયને સ્વીકારીને આગળની ફરિયાદ કે કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.

