બેલ્જિયમની કોર્ટે પ્રત્યર્પણનો આદેશ આપી દીધો
મેહુલ ચોકસી
પંજાબ નૅશનલ બૅન્કના ૧૩,૫૦૦ કરોડ રૂપિયાના સ્કૅમના મામલે મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ચૂક્યો છે. ગઈ કાલે બેલ્જિયમના ઍન્ટવર્પની અદાલતે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ભારતને સોંપવાનો આદેશ આપી દીધો છે. ઍન્ટવર્પની અદાલતે ચુકાદો આપ્યો હતો કે બેલ્જિયમના અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડ અને ભારતનો પ્રત્યર્પણનો અનુરોધ બન્ને પૂરી રીતે કાનૂની છે.
આ નિર્ણય પછી મેહુલ ચોકસીને ભારત લાવવાની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. જોકે મેહુલ ચોકસી પાસે હજી પણ બેલ્જિયમની ઉપલી અદાલતોમાં આ નિર્ણયની સામે અરજી કરવાનો વિકલ્પ છે.

