બેંગલુરુ ઓથોરિટીની નવી પહેલ: કચરો ફેંકતા લોકોના વીડિયો રેકોર્ડ કરો અને શેર કરો અને ₹250 કમાઓ. શહેરને સ્વચ્છ બનાવવામાં મદદ કરો અને આજે જ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ!
પ્રતીકાત્મક તસવીર
ગ્રેટર બૅન્ગલોર ઑથોરિટીએ શહેરને સ્વચ્છ કરવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. રોડ કે પબ્લિક પ્લેસ પર કચરો ફેંકનાર વ્યક્તિના ઘરે જઈને કચરો ફેંકવાનું અને ૨૦૦૦ રૂપિયાનો દંડ લેવાનું અભિયાન શરૂ કરવા ઉપરાંત હવે તેમણે લોકોને સ્વચ્છતાના સિપાઈ બનાવવાનું શરૂ કર્યું છે. બૅન્ગલોર મ્યુનિસિપાલિટીએ જાહેરાત કરી છે કે તમે કોઈને પણ રસ્તા પર કચરો ફેંકતા જુઓ તો એનો વિડિયો ઉતારી લો, દરેક વિડિયોના ૨૫૦ રૂપિયા ઇનામ મળશે.


