Bomb Threat in Indigo Flight: મંગળવારે બપોરે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. એક આજની વ્યક્તિએ ફોન પર મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ આ ઍક્શન લેવામાં આવી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. એક આજની વ્યક્તિએ ફોન પર મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E5227 માં બોમ્બ હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ આ ઍક્શન લેવામાં આવી હતી.
બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ કૉલ બધા મુસાફરો ચેક-ઇન કર્યું તેના પછી આવ્યો હતો. આ ફ્લાઇટ બપોરે 1.30 વાગ્યે કોલકાતાથી ઉપાડવાની હતી અને સાંજે 4.20 વાગ્યે મુંબઈ પહોંચવાની હતી. ધમકી બાદ આ ફલાઈટને રોકી દેવામાં આવી હતી અને કટોકટીની કાર્યવાહીના ભાગ રૂપે તમામ 196 પેસેન્જર્સને ફ્લાઇટ નીચે ઉતારી દેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ વિમાનને નિરીક્ષણ માટે આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું.
બૉમ્બ સ્ક્વોડે કરી તપાસ
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે નિરીક્ષણ માટે વિમાનમાંથી બધો સામાન નીચે ઉતારવામાં આવ્યો હતો અને બૉમ્બ સ્ક્વોડ વ્યાપક શોધ માટે ફ્લાઇટમાં ચઢી. ત્યારબાદ સ્ક્વોડ દ્વારા સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
એરપોર્ટ પર પણ સુરક્ષા વધારાઈ
સમગ્ર ભારતમાં એરપોર્ટની સુરક્ષા સંભાળતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (Central Industrial Security Force)એ ધમકી મળ્યા બાદ કોલકાતા એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દીધી છે. ધમકી મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ છે.
પહેલા પણ મળી હતી ધમકી
આ મહિનાની શરૂઆતમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઑપરેશન સિંદૂર શરૂ કર્યા પછી ભારતીય એરપોર્ટ પર બૉમ્બ વિસ્ફોટની આ બીજી ઘટના છે.
મુંબઈ એરપોર્ટને પણ મળી હતી ધમકી
6 મેના રોજ પણ આવી જ એક ઘટના બની હતી, જ્યારે મુંબઈ એરપોર્ટ પર ચંદીગઢથી આવી રહેલી ઈન્ડિગો ફ્લાઇટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બાદમાં તે કૉલ ખોટો હોવાની પુષ્ટિ થઈ હતી.
મુંબઇને બૉમ્બ બ્લાસ્ટની મળી ધમકી
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. ખાસ કરીને મોટા શહેરો અત્યારે હાઇ અલર્ટ પર પણ છે જ. ભલે યુદ્ધ વિરામની સ્થિતિ લાગુ હોય છતાં દેશમાં સતર્કતા તો જારી જ છે. કારણકે આતંકીઓનો વિશ્વાસ થાય નહિ. મુંબઈ તો મોટેભાગે આતંકીઓના ટાર્ગેટમાં જ રહ્યું છે. એ વચ્ચે મુંબઈ પોલીસને ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. જેમાં અજાણ્યા શખ્સે એવો દાવો કર્યો છે કે આગામી એક-બે દિવસમાં જ મુંબઈમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. આ અજાણ્યા ઈમેલમાં વિસ્ફોટ ક્યારે અને ક્યાં થશે તેનો કોઈ સમય બતાવવામાં આવ્યો નથી. હાલમાં આ મેઇલ સંબંધિત તમામ માહિતી પોલીસને આપવામાં આવી છે. હવે મેઇલ મોકલનાર વ્યક્તિની શોધ ચાલુ છે.
ADVERTISEMENT
મે મહિનાની શરૂઆતમાં પણ મુંબઈ પોલીસને એક ફોન આવ્યો હતો જેમાં આવા જ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર આરોપીએ કહ્યું હતું કે અંધેરી પૂર્વના એક ફ્લેટમાં એક બેગ છે અને તેમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. જો કે આ કૉલ બાદ પોલીસ વિભાગમાં સજ્જ થઈ ગયું હતું અને આ બાબતને ગંભીરતાથી લેતાં તપાસ કરવામાં આવી હતી. જો કે તપાસને અંતે એવું જાણવા મળ્યું હતું કે આ કૉલ ખોટો હતો. આ કૉલ કરનાર આરોપી માનસિક બીમારીથી પીડિત હતો. તેથી પોલીસે તેની ધરપકડ કાર્યવાહી કરી ન હતી.

