Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનથી સુરક્ષિત પાછા આવતા BSF જવાનની પત્નીએ PM મોદીની પ્રશંસા કરી કહ્યું...

પાકિસ્તાનથી સુરક્ષિત પાછા આવતા BSF જવાનની પત્નીએ PM મોદીની પ્રશંસા કરી કહ્યું...

Published : 14 May, 2025 06:32 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પહલગામ આતંકવાદી હુમલાના એક દિવસ પછી, 23 એપ્રિલના રોજ ફિરોઝપુર જિલ્લામાં ખેડૂતો સાથે જઈ રહેલા શૉને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. તે BSFની 182મી બટાલિયનનો કોન્સ્ટેબલ છે.

આજે BSF જવાન પૂર્ણમ કુમાર શૉ, જે 23 એપ્રિલ 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા, તેમને ભારતને સોંપવામાં આવ્યા: BSF

આજે BSF જવાન પૂર્ણમ કુમાર શૉ, જે 23 એપ્રિલ 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા, તેમને ભારતને સોંપવામાં આવ્યા: BSF


ગયા મહિને ભૂલથી આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગી પાકિસ્તાન પહોંચી જનાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના સૈનિક પૂર્ણમ કુમાર શૉને પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. આ બાબતથી શૉના પરિવારે રાહતનો શ્વાસ લીધો. શૉ ભારત પરત ફર્યા બાદ BSF જવાનની પત્ની રજનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. "પીએમ મોદી હોય તો બધું શક્ય છે. જ્યારે 22 એપ્રિલે પહેલગામ હુમલો થયો, ત્યારે તેમણે #OperationSindoor દ્વારા 15-20 દિવસમાં બધાના `સુહાગ`નો બદલો લઈ લીધો. 4-5 દિવસ પછી, તેઓ મારો સુહાગ પાછો લાવ્યા. તેથી, હું મારા હાથ જોડીને હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું," રજનીએ ANI ને જણાવ્યું.


ભારત પરત ફર્યા પછી, શૉએ તેમની પત્ની સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી. "આજે હું ખૂબ ખુશ છું. સવારે અમને એક અધિકારીનો ફોન આવ્યો... મારા પતિએ મને વીડિયો કૉલ પણ કર્યો. તેઓ શારીરિક રીતે સ્વસ્થ છે. તેમણે મને કહ્યું કે ચિંતા ન કરો, તેઓ ઠીક છે, અને તેઓ મને બપોરે 3 વાગ્યે ફોન કરશે... મેં 3-4 દિવસ પહેલા મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, તેમણે મને કહ્યું હતું કે ચિંતા ન કરો અને મારા પતિ આ અઠવાડિયે પાછા આવશે. તે પણ BSF અધિકારીઓ સાથે વાત કરી રહી હતી," BSF જવાનની પત્નીએ જણાવ્યું.




BSF જવાનની પત્નીનું નિવેદન:


રજિનીએ કહ્યું કે “જરૂરિયાતના સમયે આખો દેશ તેમની સાથે ઉભો છે. મને બધાનો ટેકો હતો, આખો દેશ મારી સાથે ઉભો હતો. તેથી, હાથ જોડીને બધાનો આભાર મારા પતિ તમારા બધાના કારણે ભારત પાછા આવી શક્યા." BSF જવાન પૂર્ણમ કુમાર શૉના પરિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી. પંજાબના અમૃતસરમાં અટારી બોર્ડર પર શૉને સવારે 10:30 વાગ્યે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો. ચાર દિવસના લશ્કરી સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયાના થોડા દિવસો પછી આ ઘટના બની છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

પહલગામ આતંકવાદી હુમલાના એક દિવસ પછી, 23 એપ્રિલના રોજ ફિરોઝપુર જિલ્લામાં ખેડૂતો સાથે જઈ રહેલા શૉને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો કારણ કે તે ભૂલથી પંજાબ સરહદ પાર કરી ગયો હતો. તે BSFની 182મી બટાલિયનનો કોન્સ્ટેબલ છે. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેને અટકાયતમાં લેવામાં આવ્યો ત્યારે જવાન યુનિફોર્મમાં હતો અને તેની પાસે તેની સર્વિસ રાઇફલ હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)

"આજે 1030 વાગ્યે કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉને અટારી-વાઘા બોર્ડર પર BSF દ્વારા પાકિસ્તાનથી પરત લઈ જવામાં આવ્યો છે. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉ 23 એપ્રિલ 2025 ના રોજ લગભગ 1150 વાગ્યે ફિરોઝપુર સૅક્ટરના વિસ્તારમાં ઓપરેશનલ ડ્યુટી પર હતા ત્યારે તેઓ અજાણતા પાકિસ્તાનના ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા અને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી," BSF એ એક નિવેદનમાં જણાવ્યું હતું. "પાકિસ્તાન રેન્જર્સ સાથે નિયમિત ફ્લૅગ મીટિંગ અને અન્ય સંદેશાવ્યવહાર માધ્યમો દ્વારા BSF ના સતત પ્રયાસોથી, BSF કોન્સ્ટેબલનું સ્વદેશ પરત મોકલવાનું શક્ય બન્યું છે," BSFએ કહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 06:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK