નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં સુપરફૂડ તરીકે લોકપ્રિય બની રહેલા મખાણા માટે બિહારમાં વિશેષ મખાણા બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી
મખાણા
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં સુપરફૂડ તરીકે લોકપ્રિય બની રહેલા મખાણા માટે બિહારમાં વિશેષ મખાણા બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી. મખાણાના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે બોર્ડનું ગઠન થશે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને એનો ફાયદો પહોંચશે. આ બોર્ડ મખાણાનું પ્રોડક્શન વધારવા, એના પ્રોસેસિંગ અને વૅલ્યુ-એડિશન માટે કામ કરશે અને બહેતર માર્કેટિંગના વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. આ વ્યવસાયને સંબંધિત ટેક્નૉલૉજી સપ્લાય કરશે અને આ વ્યવસાયમાં સંકળાયેલા ખેડૂતોને સરકારની તમામ સ્કીમોનો લાભ મળી શકે એની ખાતરી કરશે.
દુનિયામાં મખાણાનું સૌથી વધારે ઉત્પાદન ભારતના બિહાર રાજ્યમાં થાય છે અને દેશમાં ૮૦ ટકા મખાણાનું ઉત્પાદક બિહાર છે. દુનિયાભરમાં ૯૦ ટકા મખાણાની સપ્લાય ભારત કરે છે. મખાણાની માગણી દિન-પ્રતિદિન વધી રહી છે અને લોકો તળેલા અને મીઠા સ્નૅક્સને બદલે મખાણા પર પસંદગી ઉતારી રહ્યા છે.