ઝડપાયેલી રોકડ ગણવા માટે પોલીસે પાંચ કૅશ-કાઉન્ટિંગ મશીન અને સોનું જોખવા માટે વજનકાંટાનો ઉપયોગ કરવો પડ્યો હતો
શુ તસ્કરી અને ગેરકાયદે ખનનમાં સંડોવાયેલો તુલુ મંડલ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના નેતાઓનો ખાસ માનીતો મનાય છે અને તે હાલમાં ફરાર છે.
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના દેઉચા ગામમાં પોલીસે બુધવારે એક નિવૃત્ત સરકારી બસ-ડ્રાઇવરના ઘરે દરોડો પાડીને ૨૧.૫ કરોડ રૂપિયાનું સોનું અને ૨૮.૫ કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કર્યાં હતાં. વહેલી સવારથી સમગ્ર વિસ્તારને સીલ કરીને હાથ ધરાયેલી આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે મકાનમાલિક મીનાર મંડલ અને તેના પુત્રની સઘન પૂછપરછ શરૂ કરી છે. મીનાર મંડલ પથ્થરના વગદાર વેપારી તુલુ મંડલનો સંબંધી છે. નિવૃત્તિ બાદ મીનારને દેઉચાના ક્વૉરી બેલ્ટમાં ટોલગેટ પરથી મહેસૂલ એકત્રિત કરવાની મહત્ત્વની જવાબદારી આપવામાં આવી હતી. તપાસકર્તાઓને શંકા છે કે સરકારી તિજોરીમાં જમા કરાવવાની રકમમાંથી જ આ મોટી હેરાફેરી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઝડપાયેલી રોકડ ગણવા માટે પોલીસે પાંચ કૅશ-કાઉન્ટિંગ મશીન અને સોનું જોખવા માટે વજનકાંટાનો ઉપયોગ કરવો પડ્યો હતો. પશુ તસ્કરી અને ગેરકાયદે ખનનમાં સંડોવાયેલો તુલુ મંડલ તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના નેતાઓનો ખાસ માનીતો મનાય છે અને તે હાલમાં ફરાર છે.
