કૉન્ગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદે જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કાર્યવાહી કર્યા પછી પણ ફક્ત બે શ્ળોકો ગાશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે એ ‘વંદે માતરમ્’ ગાનના ફક્ત પહેલા બે શ્ળોકો ગાશે. પાર્ટી ૧૯૩૭માં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના ઐતિહાસિક નિર્ણય પર અડગ છે. ગોવા અને કર્ણાટકમાં તાજેતરના કાર્યક્રમોમાં ફક્ત બે શ્ળોકો ગાવામાં આવ્યા બાદ આ રાજકીય વિવાદ ફરી શરૂ થયો છે.
આ મુદ્દે પાર્ટી-નેતૃત્વ અને જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે પુષ્ટિ આપી હતી કે પાર્ટી ૧૯૩૭ના ઠરાવ મુજબ ફક્ત બે શ્ળોકો ગાવાની પરંપરાનું પાલન કરવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
૧૫ ઑગસ્ટે દિલ્હી મુખ્યાલયમાં પૂર્ણ ‘વંદે માતરમ્’ ગાવા વિશે મૂંઝવણને કારણે ગોવામાં કૉન્ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમમાં ફરીથી ફક્ત બે શ્ળોકો ગાવામાં આવ્યા હતા. કર્ણાટક કૉન્ગ્રેસના નેતા બી.કે. હરિપ્રસાદે જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ કાર્યવાહી કર્યા પછી પણ ફક્ત બે શ્ળોકો ગાશે.
