Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભોપાલમાં સાથી પોલીસની ૧૭ વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો કૉન્સ્ટેબલે

ભોપાલમાં સાથી પોલીસની ૧૭ વર્ષની દીકરી પર બળાત્કાર કર્યો કૉન્સ્ટેબલે

Published : 25 July, 2026 09:11 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધારમાં તહેનાત કૉન્સ્ટેબલ સંતોષ સેન અને છોકરીના પિતા સહ-કર્મચારી હતા અને તેથી છોકરી તેને ઓળખતી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સાથી પોલીસની ૧૭ વર્ષની દીકરીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાના આરોપસર કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. આ શરમજનક ઘટનામાં એક કોન્સ્ટેબલે પોતાની પુત્રીના જન્મદિવસની પાર્ટીમાં લઈ જવાના બહાને દસમા ધોરણમાં ભણતી છોકરીને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. 

ધારમાં તહેનાત કૉન્સ્ટેબલ સંતોષ સેન અને છોકરીના પિતા સહ-કર્મચારી હતા અને તેથી છોકરી તેને ઓળખતી હતી. સંતોષ સેને પોતાની પુત્રીના જન્મદિવસ નિમિત્તે બુધવારે સાંજે ૬ વાગ્યે છોકરીને લાલ પરેડ ગ્રાઉન્ડ પર બોલાવી હતી. છોકરી ૬:૩૦ વાગ્યે પહોંચી ત્યારે સંતોષ સેન અને તેનો સાથી કૉન્સ્ટેબલ જિતેન્દ્ર રાજપૂત ત્યાં હતો. ઘરે જવાને બદલે તેઓ છોકરીને એક પરિચિતની ખાલી રૂમમાં લઈ ગયા જ્યાં સંતોષ સેને તેના પર બળાત્કાર કર્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 09:11 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK