Crime News: મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં, ડૉક્ટરે પોતાની હથેળી પર એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બે પોલીસકર્મીઓ દ્વારા તેના પર બળાત્કાર અને હેરાનગતિ કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં, ડૉક્ટરે પોતાની હથેળી પર એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે કહ્યું હતું કે બે પોલીસકર્મીઓ દ્વારા તેના પર બળાત્કાર અને હેરાનગતિ કરવામાં આવી હતી. આ તકલીફથી તેણે આત્મહત્યા કરી રહી હતી. સતારાના ફલટનમાં એક હૉટેલના રૂમમાં ડૉક્ટરનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલા ડૉક્ટર બીડ જિલ્લાની રહેવાસી હતી અને સતારાના ફલટનમાં એક સરકારી હોસ્પિટલમાં કામ કરતી હતી. મહિલા ડૉક્ટરે તેના એક હાથ પર સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે કહ્યું હતું કે બે પોલીસકર્મીઓ દ્વારા તેના પર બળાત્કાર કર્યો હતો અને હેરાન કરી હતી. મહિલા ડૉક્ટરે સુસાઈડ નોટમાં 4 વખત બળાત્કાર થયાનું લખ્યું છે.
ADVERTISEMENT
આ કારણે તે માનસિક રીતે પરેશાન હતી અને તેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું. હથેળી પર લખેલી સુસાઇડ નોટમાં મહિલા ડૉક્ટરે જણાવ્યું હતું કે બંને પોલીસકર્મીઓ છેલ્લા 5 મહિનાથી તેની સાથે બળાત્કાર કરી રહ્યા હતા. મહિલા ડૉક્ટરે લખ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણેએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત તેણે ઘણી વખત તેનું જાતીય શોષણ કર્યું હતું. બીજો પોલીસકર્મી પ્રશાંત બાંકર તેને માનસિક રીતે હેરાન કરતો હતો. સતારા પોલીસના એક અધિકારીનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમે કેસ નોંધ્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી રહ્યા છીએ. અમે સુસાઇડ નોટમાં મહિલા ડૉક્ટરે જે આરોપો લગાવ્યા છે તેની તપાસ કરી રહ્યા છીએ.
પોલીસનું કહેવું છે કે તપાસ શરૂ થઈ ગઈ છે અને બે આરોપી અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર મહિલા આયોગના વડા રૂપાલી ચકંકરે કહ્યું, "અમે આ મામલાની નોંધ લીધી છે. અમે સતારા પોલીસને આ કેસની જોરશોરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આરોપીઓને શોધવા માટે ટીમ બનાવવામાં આવી છે. જે લોકો સંડોવાયેલા છે તેમને બક્ષવામાં આવશે નહીં." કૉંગ્રેસ નેતા વિજય વાડેટ્ટીવારે આ ઘટના અંગે સરકાર પર નિશાન સાધ્યું છે. હાલમાં, આ કેસમાં આરોપી ગોપાલ બદાણેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસ નેતાએ લખ્યું, "આ રક્ષક જ શિકારી બનવાનો કિસ્સો છે." તેમણે લખ્યું, "આ રક્ષક જ શિકારી બનવાનો કિસ્સો છે! પોલીસનું કર્તવ્ય રક્ષણ કરવાનું છે, પરંતુ જો તેઓ પોતે જ મહિલા ડૉક્ટરનું શોષણ કરી રહ્યા હોય તો ન્યાય કેવી રીતે આપી શકાય? જ્યારે આ છોકરીએ અગાઉ ફરિયાદ નોંધાવી ત્યારે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? મહાયુતિ સરકાર વારંવાર પોલીસનું રક્ષણ કરે છે, જેના કારણે પોલીસ અત્યાચારોમાં વધારો થાય છે."


