નિસાર આલમના પરિવારના સભ્યો લાંબા સમયથી પંજાબના લુધિયાણામાં રહે છે, પરંતુ તેમનું પૈતૃક ઘર બંગાળના દાલખોલામાં છે
ડૉ. નિસાર આલમ
દિલ્હી કાર બૉમ્બવિસ્ફોટના સંબંધમાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના બે ડૉક્ટરો મુઝમ્મિલ અને શાહીનની ધરપકડ બાદ આ યુનિવર્સિટીના બૅચલર ઑફ મેડિસિન ઍન્ડ બૅચલર ઑફ સર્જરી (MBBS)ના સ્ટુડન્ટ ડૉ. નિસાર આલમની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે ડૉ. શાહીન, મુઝમ્મિલ અને કાર-બૉમ્બર ઉમર સાથે સંકળાયેલો હતો. બંગાળ પોલીસ સાથે મળીને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેની ધરપકડ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરના દાલખોલામાં કરી છે.
નિસાર આલમના પરિવારના સભ્યો લાંબા સમયથી પંજાબના લુધિયાણામાં રહે છે, પરંતુ તેમનું પૈતૃક ઘર બંગાળના દાલખોલામાં છે. નિસાર આ અઠવાડિયે તેની માતા અને બહેન સાથે એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે દાલખોલામાં આવ્યો હતો. NIAની ટીમે આલમના મોબાઇલ લોકેશનને ટ્રૅક કર્યું હતું અને એના આધારે શુક્રવારે સાંજે દાલખોલામાં તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે તેને સિલિગુડી લાવવામાં આવ્યો હતો. NIA અધિકારીઓ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લઈ જઈ શકે છે.


