Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઐતિહાસિક જીત મેળવ્યા છતાં વિજયને સરકાર બનાવવા માટે ૬ સીટ ઓછી પડી

ઐતિહાસિક જીત મેળવ્યા છતાં વિજયને સરકાર બનાવવા માટે ૬ સીટ ઓછી પડી

Published : 07 May, 2026 11:27 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે શપથવિધિ કરવાની વિજયે જાહેરાત કરેલી, પરંતુ મોકૂફ રાખવી પડી શકે છે

TVK ચીફ વિજયે ગઈ કાલે તામિલનાડુના ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.

TVK ચીફ વિજયે ગઈ કાલે તામિલનાડુના ગવર્નર રાજેન્દ્ર આર્લેકરને સરકાર બનાવવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.


તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની તમિલગા વેત્રી કઝઘમ (TVK) પાર્ટીએ ૧૦૮ બેઠકો મેળવી હોવા છતાં હજી સત્તા હાંસલ કરવા માટે તડજોડ કરવી પડે એમ છે. ગઈ કાલે વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને કૉન્ગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને જાહેરાત કરી હતી કે તેઓ ૭ મેએ શપથ ગ્રહણ કરશે. જોકે લોકભવનનાં સૂત્રોના કહેવા મુજબ રાજ્યપાલે TVKને બહુમત માટે જરૂરી ૧૧૮ વિધાનસભ્યોનું સમર્થન મેળવવા કહ્યું હતું. 

૨૩૪ બેઠકો ધરાવતી તામિલનાડુની વિધાનસભામાં બહુમત માટે ૧૧૮ વિધાનસભ્યોની જરૂર છે. TVK પાસે કુલ ૧૦૮ બેઠકો છે. એમાં વિજય ખુદ બે બેઠકો પર ચૂંટણી લડ્યો હોવાથી એક બેઠક ખાલી કરવી પડશે. એટલે પેપર પર TVK પાસે ૧૦૭ વિધાનસભ્યો જ છે. કૉન્ગ્રેસ પાસે પાંચ બેઠકો છે, એના સમર્થન પછી આંકડો ૧૧૨ સુધી પહોંચી ગયો છે. હજી ૬ વિધાનસભ્યોની કમી પૂરી કરવા માટે પેચ ફસાયો છે. જો આજે એટલે કે સાતમી મેએ શપથવિધિ કરવી હોય તો રાજ્યપાલે ગઈ કાલ રાત સુધીનો સમય આપ્યો હતો. મોડી રાત સુધી અન્ય કોઈ પાર્ટી સાથેના જોડાણ કે સમર્થન બાબતે અવઢવ હોવાથી આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવે એવી પૂરી શક્યતાઓ છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 11:27 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK