૭ મૅચ સુધી અણનમ રહ્યા બાદ શ્રેયસની ટીમ બરાબરની લથડી રહી છે, કૂપર કૉનોલીની સેન્ચુરી પણ એળે ગઈ
પંજાબ કિંગ્સના ડેન્જરસ ઓપનર પ્રભસિમરન સિંહની વિકેટ લીધા બાદ સેલિબ્રેટ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ.
IPL 2026ની ૪૯મી મૅચમાં ગઈ કાલે ઘરઆંગણે સનરાઇઝર્સ હૈદરાબાદ તેનો વિજયરથ જાળવી રાખતા પંજાબ કિંગ્સને ૩૩ રનથી હરાવીને પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ નંબરે પહોચી ગયું હતું. હૈદરાબાદે આપેલા ૨૩૬ રનના ટાર્ગેટ સામે પંજાબ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ૨૦૨ રન બનાવી શક્યું હતું, જેમાં સૌથી મોટું યોગદાન ઑસ્ટ્રેલિયન બૅટર કૂપર કૉનોલીનું હતું. તેણે ૫૯ બૉલમાં ૮ સિક્સર અને ૭ ફોર સાથે અણનમ ૧૦૭ રન બનાવ્યા હતા. તેની T20 ક્રિકેટમાં પહેલી સેન્ચુરી હતી.
પંજાબની હાર માટે તેમની ફીલ્ડિંગ સૌથી વધુ જવાબદાર હતી. સાવ જ સહેલા ત્રણ-ત્રણ કૅચ તેમણે પડતા મૂક્યા હતા.
ADVERTISEMENT
હૈદરબાદમાં પંજાબની આ સતત નવમી હાર હતી.
|
IPL પૉઇન્ટ્સ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
|
હૈદરાબાદ |
૧૧ |
૭ |
૪ |
૦ |
૦.૭૩૭ |
૧૪ |
|
પંજાબ |
૧૦ |
૬ |
૩ |
૧ |
૦.૫૭૧ |
૧૩ |
|
બૅન્ગલોર |
૯ |
૬ |
૩ |
૦ |
૧.૪૨૦ |
૧૨ |
|
રાજસ્થાન |
૧૦ |
૬ |
૪ |
૦ |
૦.૫૧૦ |
૧૨ |
|
ગુજરાત |
૧૦ |
૬ |
૪ |
૦ |
-૦.૧૪૭ |
૧૨ |
|
ચેન્નઈ |
૧૦ |
૫ |
૫ |
૦ |
૦.૧૫૧ |
૧૦ |
|
દિલ્હી |
૧૦ |
૪ |
૬ |
૦ |
-૦.૯૪૯ |
૮ |
|
કલકત્તા |
૯ |
૩ |
૫ |
૧ |
-૦.૫૩૯ |
૭ |
|
મુંબઈ |
૧૦ |
૩ |
૭ |
૦ |
-૦.૬૪૯ |
૬ |
|
લખનઉ |
૯ |
૨ |
૭ |
૦ |
-૧.૦૭૬ |
૪ |
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને હૈદરાબાદને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનરો અભિષેક શર્મા (૧૩ બૉલમાં ૩૫ રન) એન ટ્રૅવિસ હેડ (૧૯ બૉલમાં ૩૮ રન) વચ્ચે ૩.૩ ઓવરમાં ૫૪ રનની પાર્ટનરશિપે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ઈશાન કિશન (૩૧ બૉલમાં ૫૫ રન) અને હેન્રિક ક્લાસેન (૪૩ બૉલમાં ૬૯ રન) વચ્ચેની ૮૮ રનની પાર્ટનરશિપને લીધે હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૩૫ રન બનાવ્યા હતા. પંજાબનો કોઈ જ બોલર હૈદરાબાદના બૅટરોને રોકવામાં સફળ નહોતો થયો.
હેન્રિક ક્લાસેને આ ૬૯ રનની ઇનિંગ્સ સાથે ઑરેન્જ કૅપ મેળવી લીધી હતી.
