સોમવારે સવારે ૫.૩૫ વાગ્યે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
સોમવારે સવારે ૫.૩૫ વાગ્યે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ૪.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લગભગ ૩૦ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ ભારત અને પાકિસ્તાનમાં અનુભવાયો હતો. જોકે એમાં નુકસાનના કોઈ અહેવાલ નથી.
ભૂકંપનું કેન્દ્રબિન્દુ ધરતીમાં ૧૦ કિલોમીટર ઊંડે પહલગામથી આશરે ૮૪ કિલોમીટર પશ્ચિમમાં અને કારગિલથી ૧૬૪ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં હતું, જે ખીણ અને આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોને આવરી લે છે.
ADVERTISEMENT
નૅશનલ સિસ્મોલૉજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ સોમવારે સવારે લગભગ ૩.૩૦ વાગ્યે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. આ ટાપુઓ ભારતના સિસ્મિક ઝોન Vમાં આવેલા છે અને એને વિશ્વના સૌથી વધુ ભૂકંપની રીતે સક્રિય પ્રદેશોમાંના એક માનવામાં આવે છે. આ પ્રદેશમાં ઘણા મોટા ભૂકંપ આવ્યા છે.


