દિલ્હીના બ્રહ્મપુત્ર અપાર્ટમેન્ટ્સમાં ગઈ કાલે આગ લાગી હતી. સંસદ પરિસરથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આ બિલ્ડિંગ આવેલું છે.
ફાયર-બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી
દિલ્હીના બ્રહ્મપુત્ર અપાર્ટમેન્ટ્સમાં ગઈ કાલે આગ લાગી હતી. સંસદ પરિસરથી માત્ર ૨૦૦ મીટરના અંતરે આ બિલ્ડિંગ આવેલું છે. આ જ બિલ્ડિંગમાં રાજ્યસભાના અનેક સંસદસભ્યો રહે છે. બપોરે ૧.૨૦ વાગ્યાની આસપાસ ફાયર-બ્રિગેડને આગની સૂચના મળી હતી. ફાયર-બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. સદ્ભાગ્યે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. સ્થાનિકોએ આપેલી માહિતી પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલા ભંગારમાં આગ લાગી હતી અને જોતજોતામાં ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. જોકે કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ફટાકડાને લીધે આગ લાગી હોય એવું બને.

