ગરીબ પરિવારો તરસ છિપાવવા મહિને ૬થી ૧૦ હજાર રૂપિયા આપે છે
પ્રતીકાત્મક તસવીર
એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO) ગ્રીનપીસ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વે મુજબ દિલ્હીના ઓછામાં ઓછા ૩૪ ટકા ગરીબ પરિવારો તેમની માસિક આવકનો ૧૫ ટકા હિસ્સો પીવાના પાણી માટે ખર્ચ કરે છે. ફક્ત મૂળભૂત પીવાનું પાણી મેળવવા માટે આ પરિવારો મહિને ૬ હજારથી ૧૦ હજાર જેટલા રૂપિયા ખર્ચી નાખે છે.
શહેરના ૧૨ અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એવું પણ જાણવા મળ્યું હતું કે ઉનાળાના મહિનાઓમાં ક્યારેક પાણી પુરવઠામાં વિક્ષેપ પડે છે. આ બાબતે દિલ્હી સરકાર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી.
ADVERTISEMENT
સર્વેક્ષણના આંકડા પાણીની માગ અને વાસ્તવિક ઉપલબ્ધતા વચ્ચે સ્પષ્ટ અસમાનતા દર્શાવે છે, કારણ કે સર્વેક્ષણ કરાયેલાં ૩૭ ટકા ઘરોને તેમના પરિવારોના કદ અને વપરાશની રીતોને ધ્યાનમાં લેતાં દરરોજ ઓછામાં ઓછા ૨૦-૨૫ લીટર પાણીની જરૂર પડે છે. જોકે એમાંથી માત્ર ૨૮ ટકા ઘરોને પૈસા ચૂકવવામાં આવ્યા બાદ પૂરતું પાણી મળે છે.

