આમાંથી બનેલા વિવિધ વેગન પીણાં અને પી શકાય તેવા યોગર્ટ્સ. આ ઉપરાંત, માઇક્રોવેવમાં પાઉચ સાથે ગરમ કરી શકાય એવા પહેલેથી રાંધેલા મલ્ટિગ્રેન ફુડ્સ, જે આખા દિવસ માટે આરોગ્યપ્રદ ભોજન તરીકે માણી શકાય.
તમિલનાડુ સ્થિત હેલ્ધી એન્ડ સ્માર્ટ એગ્રો (HandS) કંપની
કલ્પના કરો કે તાજી નાળિયેરની ચટણી, જેને બનાવવામાં કોઈ વધારાની તૈયારીની જરૂર ન પડે, કે પછી તાજું ખમણેલુ નાળિયેર, જે રૂમ ટેમ્પ્રેચર પર સંગ્રહ કરી શકાય; અથવા માત્ર ત્રણ આસાન ઘટકોથી બનેલું હોય—નાળિયેરનું દૂધ, તાજા ફળનો પલ્પ અને પામ શુગર ક્રિસ્ટ. આમાંથી બનેલા વિવિધ વેગન પીણાં અને પી શકાય તેવા યોગર્ટ્સ. આ ઉપરાંત, માઇક્રોવેવમાં પાઉચ સાથે ગરમ કરી શકાય એવા પહેલેથી રાંધેલા મલ્ટિગ્રેન ફુડ્સ, જે આખા દિવસ માટે આરોગ્યપ્રદ ભોજન તરીકે માણી શકાય.
આ અને અન્ય નવીન ઉત્પાદનો તમિલનાડુ સ્થિત હેલ્ધી એન્ડ સ્માર્ટ એગ્રો (HandS) કંપની દ્વારા વિકસાવવામાં આવ્યા છે, જે છેલ્લા ૪૦ વર્ષથી નાળિયેર ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ પેટેન્ટેડ ઉત્પાદનો ભારત ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુરોપ અને એશિયન દેશોમાં પણ પ્રખ્યાત છે. "વિશ્વમાં ભારત ત્રીજા નંબરે નાળિયેરનું ઉત્પાદન કરે છે, પરંતુ થાઇલેન્ડ અને ઈન્ડોનેશિયાની સરખામણીએ મૂલ્યવર્ધનમાં પાછળ છે," એમ HandS બ્રાન્ડના ડિરેક્ટર સાધક થાઇકા કહે છે. "અમારું ધ્યાન મુખ્યત્વે નાળિયેર વાળી રેસિપીઓને રસોડામાં સરળ અને ઝડપી બનાવી શકાય એનાં પર કેન્દ્રિત છે, જે આજની ઝડપી જીવનશૈલી સાથે સુસંગત છે. વધુમાં, અમારું સૂત્ર છે કે અમે ફક્ત એવો જ ખોરાક બનાવીએ છીએ, જે અમે પોતે ખાવા ઈચ્છીએ અને અમારા પરિવારને આરામથી ખવડાવી શકીએ." માટે જ બધા ઉત્પાદનો ૧૦૦% પ્રિઝર્વેટિવ, કેમિકલ અને કૃત્રિમ રંગોથી મુક્ત છે તેમજ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી યુનિક અને સેફ પાઉચ પેકેજિંગમાં ઉપલબ્ધ છે, જે મુસાફરી અને પેન્ટ્રી માટે અનુકૂળ છે—અર્થાત્, તમે મુસાફરી દરમિયાન તમારા સામાનમાં સુરક્ષિત રીતે એ પેક કરી શકો છો અને રેફ્રિજરેશન વિના સંગ્રહ કરી શકો છો; તેમના ઉત્પાદનો સીધા પેકમાંથી ઉપયોગ માટે પણ યોગ્ય છે.
ADVERTISEMENT
“અમે પેકેજિંગથી લઈને પ્લાન્ટ સેટઅપ અને પ્રમાણપત્રો સુધી ઉત્પાદન પ્રક્રિયાના તમામ પાસાઓ પર ઊંડો અને સંપૂર્ણ વિચાર કર્યો છે.” એવું કહેતા તેઓ ઉમેરે છે કે `પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ`ને માન આપીને, આ પાઉચ દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવે છે. જે સંગ્રહ, ઉપયોગ, નિકાલ અને રીસાયકલ કરવા માટે સરળ છે અને BPA (Bisphenol-A) મુક્ત છે, જે કેન્ડ ફૂડની અંદરની લાઇનિંગમાં ઉપયોગમાં લેવાતું ઉત્પાદન છે, જે ખોરાકમાં લીક થઈ શકે છે અને આપણા માટે હાનિકારક હોઈ શકે છે, તેમજ બ્રેન્ડ USFDA દ્વારા નોંધાયેલ છે. બધા HandS ઉત્પાદનો ફ્રાન્સ, કોરિયા અને થાઇલેન્ડથી આયાત કરેલી સંપૂર્ણ ઓટોમેટેડ મશીનરીની લાઇન પર બનાવવામાં આવે છે, જે એક યુનિક સ્ટેરિલાઇઝેશન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જે ઉત્પાદનોને લાંબી શેલ્ફ લાઇફ આપે છે જેનાં કારણે એનો રૂમ ટેમ્પ્રેચરે સંગ્રહ કરી શકાય છે. સંપૂર્ણ ઓટોમેટેડ લાઇનનો અર્થ છે ઉત્પાદન પ્રક્રિયામાં ૧૦૦% સ્વચ્છતા, કારણ કે ઉત્પાદન દરમિયાન ખોરાકની હેન્ડલિંગ ઓછામાં ઓછી થાય છે. HandS ઉત્પાદનો એફએસએસસી22000 અને USFDA પ્રમાણિત સુવિધામાં બનાવવામાં આવે છે, જે પ્લાન્ટની સૌથી ઊંચી સ્તરની સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે.
અમારી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરતી વખતે, અમે પાણી અને ઊર્જાની ઓછામાં ઓછી વપરાશ પર પણ ઊંડો વિચાર કર્યો છે, જે પ્લાન્ટના CO2 ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ રીતે એક સ્વચ્છ અને સુરક્ષિત વર્ક એન્વાયર્નમેન્ટ સુનિશ્ચિત થાય છે. અમારી કાર્યબળ ૧૦૦% મહિલાઓની છે, જે દરેક બેચના નિર્માણમાં યોગ્ય કાળજી, ધ્યાન અને સમર્પણ આપે છે. મહિલાઓને રોજગારી આપવાનો અર્થ છે પરિવાર માટે એક વધારાની કમાવનારી વ્યક્તિ બનાવવી જે પરિવારના દૈનિક ખર્ચના સંચાલનમાં યોગદાન આપી શકે છે.
અમે તમામ ઉત્પાદનોની રચનામાં પણ સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, જે દરેક માતાની કુશળતા અને ખોરાકની તૈયારીમાં માતૃત્વની સમજથી પ્રેરિત છે. ઉદાહરણ તરીકે, અમે ખાંડના બદલે ફક્ત પામ શુગર ક્રિસ્ટલનો ઉપયોગ કરીએ છીએ, અને અમારા Vegan પીણાં અને યોગર્ટ્સની શ્રેણી બનાવવા માટે તાજા સિઝનલ ફળોનો ઉપયોગ કરીએ છીએ જેમાં રત્નાગિરિની હાફુસ કેરી, મહાબળેશ્વરની સ્ટ્રોબેરી, અને તમિલનાડુના રેડ બનાના અને તાડફળનો સમાવેશ થાય છે. વધુમાં, બનાવવામાં આવેલા બધા ઉત્પાદનો (જે મુખ્યત્વે Vegan છે)માં મીઠું અને મસાલા ઓછામાં ઓછા હોય છે, કારણ કે અમે સારી રીતે સમજીએ છીએ કે આ હંમેશા ઉમેરવામાં આવી શકે છે, પરંતુ ક્યારેય દૂર કરી શકાતું નથી. આ આરોગ્ય સંબંધિત પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે આશીર્વાદરૂપ છે. અમે સંપૂર્ણ, પોષણયુક્ત, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન રજૂ કરવામાં પણ અવિરત મહેનત કરી છે અને દરેક ઉત્પાદનને આ રીતે રચ્યું છે કે તે Non-GMO, ફાઈબર અને પ્રોટીનથી સમૃદ્ધ હોય, ઉપરાંત ઓછામાં ઓછું કે શૂન્ય કોલેસ્ટ્રોલ ધરાવે. "માત્ર એક ઉત્પાદન માટે, અમારી સમર્પિત ટીમે ૨૦ મહિનાની અવધિમાં ૩૦૦ થી વધુ ટ્રાયલ્સ કર્યા (દરેક ટ્રાયલનો ખર્ચ પચાસ હજાર રૂપિયા હતો)."
`અમે યોગ્ય ઉત્પાદન રજૂ કરવાનું પસંદ કરીએ છીએ, રજૂ કર્યા પછી તેને યોગ્ય બનાવવાનું નહીં,` તેઓ વધુમાં ઉમેરે છે.
વિદેશમાં B2C સેગમેન્ટમાં પહેલેથી જ ઉપલબ્ધ, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાનાં ૧૦૦૦ થી વધુ સ્ટોર્સમાં હાજરી ધરાવતા, અને ભારતમાં B2B સેગમેન્ટ (HoReCa – હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ કંપનીઓ)માં છેલ્લા ૬ વર્ષથી હાજર, આ કંપની શાંતિથી ખોરાકની ખપતની રીતમાં પરિવર્તન લાવી રહી છે.
તમારા જાણ્યા વિના પણ તમે પહેલેથી જ તેમના ઉત્પાદનોનો સેવન કર્યો હોય તેવી ખૂબ સારી શક્યતા છે—કારણ કે તેમની નાળિયેરની ચટણીઓ પહેલેથી જ ભારતમાં અને વિદેશમાં કેટલીક મુખ્ય રેસ્ટોરન્ટ ચેઇન્સ દ્વારા ઈડલી / ડોસા અને વડા સાથે સીધી ગ્રાહકોને સર્વ કરવામાં આવે છે—ઉપરાંત તેમના ઘટકો જેમ કે નાળિયેરનું દૂધ અને તાજું ખમણેલુ નાળિયેર, કેટલીક સૌથી મોટી હોટેલ અને કેટરિંગ કંપનીઓ દ્વારા પોષણયુક્ત અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમનાં વેગન પીણાં અને યોગર્ટ્સની શ્રેણી પણ હોટેલ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે, જ્યાં તેઓ ગ્રાહકોને વેલકમ ડ્રિંક તરીકે સર્વ કરવામાં આવે છે.
કોવિડની અનિશ્ચિતતા પછી, HandS બ્રાન્ડે હમણાં જ ભારતમાં B2C સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે, કારણ કે તેઓ માને છે કે હવે તેમના ઉત્પાદનોને B2C રિટેલ સેક્ટરમાં રજૂ કરવાનો યોગ્ય સમય છે. તેમના ઉત્પાદનો હાલમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સમાં સમગ્ર ભારતમાં, દોરાબજી અને રત્નદીપમાં ઉપલબ્ધ છે. અને ઑનલાઇન પ્લેટફોર્મ્સ જેમ કે બિગ બાસ્કેટ, ઝોમાટો, હાઈપરપ્યુર, મિલ્ક બાસ્કેટ, જીઓ માર્ટ પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં અન્ય કેટલાક ઝડપી કોમર્સ ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે. તેઓ IPL ડિલાઈટ બોક્સ માટેના પ્રાયોજકોમાંના એક છે, જેમાં તેમના વેગન સમર ડ્રિંક્સ મેંગો અને સ્ટ્રોબેરી IPL સિઝન દરમિયાન બિગ બાસ્કેટનાં ગ્રાહકોને ભેટરૂપે આપવામાં આવશે, જેથી બધા જ એને માણી શકે.
વેબસાઇટ: www.handsagro.com
સંપર્ક: +91-76100-16700
ઈમેઇલ: info@handsagro.com

