Operation Sindoor: નિશાન બનાવવામાં આવેલા નવ ઠેકાણામાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પીઓકેમાં સ્થિત છે.
ભારતીય સેનાએ એક્સ પર એક પોસ્ટ શેર કરી જેમાં આ તસવીર મૂકી હતી
Operation Sindoor: પહલગામ હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ગઇકાલે મોડી રાત્રે બહુ જ મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમ જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીના ઠેકાણાઓને નિશાન બનાવીને `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યું હતું. પહલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલે દક્ષિણ કાશ્મીરમાં થયો હતો જેમાં મુખ્યત્વે પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
જોઈ લો આ વિડીયો
ADVERTISEMENT
View this post on Instagram
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું આ ઓપરેશન વિષે
સંરક્ષણ મંત્રાલયે આ જ મુદ્દે એક્સ પરની તેમની પોસ્ટમાં લખ્યું છે કે, "ભારતે #OperationSindoor શરૂ કર્યું છે, જે બર્બર #PahalgamTerrorAtackનો ચોક્કસ અને સંયમિત જવાબ છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકોના મોત થયા હતા. પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં નવ #terrorist ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાઇટ્સ પર સ્ટ્રાઇક્સ હાથ ધરવામાં આવી હતી. જેમાં ક્રોસ-બોર્ડર ટેરર પ્લાનિંગના મૂળ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, પાકિસ્તાનના કોઈ પણ સૈન્ય મથકો પર હુમલો કરવામાં આવ્યો ન હતો, જે ભારતના સુનિયોજિત અને બિન-તણાવપૂર્ણ અભિગમને દર્શાવે છે. આ ઓપરેશન બિનજરૂરી ઉશ્કેરણી ટાળીને ગુનેગારોને જવાબદાર ઠેરવવાના ભારતના સંકલ્પને દર્શાવે છે. આ ઓપરેશન વિશેની વિગતવાર માહિતી હવે પછીથી શેર કરવામાં આવશે.
Operation Sindoor: સરકારના એક સત્તાવાર નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે, "થોડા સમય પહેલાં ભારતીય સશસ્ત્ર દળોએ `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યું હતું, જેમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યાં હતા. જ્યાંથી ભારત સામે આતંકવાદી હુમલાનું આયોજન અને નિર્દેશન કરવામાં આવ્યું હતું. કુલ મળીને આવાં નવ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
એક અન્ય પોસ્ટમાં ભારતીય સેનાએ કહ્યું, "પાકિસ્તાન ફરી એકવાર પૂંછ-રાજૌરી વિસ્તારમાં ભીમ્બર ગલીમાં તોપમારો (Operation Sindoor) કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરે છે. ભારતીય સેના યોગ્ય રીતે જવાબ આપી રહી છે"
ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવેલા નવ ઠેકાણાની વાત કરીએ તો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પીઓકેમાં સ્થિત છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ખાસ ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રાપ્ત અહેવાલો અનુસાર ત્રણેય સેનાઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી
પાકિસ્તાની ધરતી પર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે ખાસ દારૂગોળાનો Operation Sindoor) ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કોઈ ભારતીય વિમાનને નિશાન બનાવવામાં આવ્યું ન હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ સફળતાપૂર્વક એર સ્ટ્રાઈક કરી.
સેનાએ 7 મેના રોજ વહેલી સવારે 1.49 વાગ્યે એક નિવેદન બહાર પાડીને ઓપરેશન પૂર્ણ થયું હોવાનું જાહેર કર્યું. 9 સ્થળોએ આ એર સ્ટ્રાઈકની પુષ્ટિ કરવામાં આવી છે. આ અંગેની સંપૂર્ણ માહિતી આજે સવારે 10 વાગ્યે આપવામાં આવશે.

