આર્મી ઍર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન દા કુન્હાએ કરી ગર્જના
આર્મી ઍર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન દા કુન્હા
આર્મી ઍર ડિફેન્સના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન દા કુન્હાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આખું પાકિસ્તાન અમારી રેન્જમાં છે. જો તેઓ પાકિસ્તાન આર્મીના જનરલ હેડક્વૉર્ટર (GHQ)ને રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા (KPK) જેવા પ્રદેશોમાં સ્થાનાંતરિત કરશે તો પણ તેઓ અમારી રેન્જમાં જ રહેશે. તેમણે છુપાઈ જવા માટે ઊંડા ખાડા ખોદવા પડશે.’
લેફ્ટનન્ટ જનરલ સુમેર દા કુન્હાએ દેશની લશ્કરી ક્ષમતાઓ પર પ્રકાશ પાડીને કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં ભારત પાસે પાકિસ્તાનમાં કોઈ પણ સ્થાને આવેલાં લક્ષ્યો પર પ્રહાર કરવાની ક્ષમતા છે. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે ભારત પાસે પાકિસ્તાનનો સામનો કરવા માટે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો છે. તેથી તેઓ ગમે ત્યાં હોય, આખું પાકિસ્તાન અમારી રેન્જમાં છે. અમે સંપૂર્ણપણે સક્ષમ છીએ. આપણે સમગ્ર પાકિસ્તાનનો સામનો કરી શકીએ છીએ.’

