Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૫૦ કિલો સુધીની સૅટેલાઇટ અંતરીક્ષમાં લઈ જઈ શકે એવું ભારતનું પહેલું પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટ તૈયાર

૩૫૦ કિલો સુધીની સૅટેલાઇટ અંતરીક્ષમાં લઈ જઈ શકે એવું ભારતનું પહેલું પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટ તૈયાર

Published : 28 November, 2025 10:07 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કૉન્ફરન્સ દ્વારા વિક્રમ-1 દુનિયા સામે રજૂ કર્યું, ૨૮ ફુટનું આ રૉકેટ ૨૦૨૬માં લૉન્ચ કરવામાં આવશે

વિક્રમ-1 પ્રાઇવેટ રૉકેટ

વિક્રમ-1 પ્રાઇવેટ રૉકેટ


ભારતના સ્પેસ સેક્ટરમાં ગઈ કાલે એક નવો અધ્યાય લખાયો જેનાથી અંતરીક્ષ અભિયાનોમાં દેશની સ્થિતિ વધુ મજબૂત બનશે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સ્કાયરૂટ ઍરોસ્પેસના ઇન્ફિનિટી કૅમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું અને દુનિયાની સામે પહેલી વાર વિક્રમ-1 પ્રાઇવેટ રૉકેટ પણ રજૂ કર્યું હતું. આ પહેલું પ્રાઇવેટ ઑર્બિટલ લૉન્ચ વેહિકલ છે જેનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે ‘ભારત પાસે સ્પેસ સેક્ટરમાં એવી ક્ષમતાઓ છે જે હાલમાં દુનિયાના બહુ ઓછા દેશો પાસે છે. છેલ્લાં ૬-૭ વર્ષમાં આપણે સ્પેસને ઇનોવેશનથી ભરપૂર ઇકોસિસ્ટમ બનાવી દીધી છે. ભારતમાં લગભગ ૩૦૦થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ ચાલી રહ્યાં છે. મોટા ભાગનાં સ્ટાર્ટઅપની શરૂઆત બહુ નાના પાયેથી થઈ છે. ભારતનું પ્રાઇવેટ સ્પેસ સેક્ટર દુનિયામાં અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે અને સ્પેસ સ્ટ્રૅટેજિક ઍસેટ તરીકે એની જગ્યા બનાવી ચૂક્યું છે. ’

હૈદરાબાદના સ્કાયરૂટ ઍરોસ્પેસના ઇન્ફિનિટી કૅમ્પસમાં અનેક લૉન્ચ વેહિકલની ડિઝાઇન, ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગનું કામ કરવામાં આવશે. આ કંપની પવન ચંદના અને ભરત ઢાકાએ ૨૦૧૮માં શરૂ કરી હતી જે બન્ને IIT ગ્રૅજ્યુએટ્સ છે અને ઇસરોના ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે. 



વિક્રમ-1 રૉકેટ કેમ ખાસ છે?
 આ પહેલું પ્રાઇવેટ લૉન્ચ વેહિકલ છે જે ઉપગ્રહોને પૃથ્વીની ઑર્બિટમાં પહોંચાડી શકશે. એનાથી ૩૫૦ કિલો વજન સુધીના નાના ઉપગ્રહો લૉન્ચ કરી શકાશે.
 આ રૉકેટ એક વાર ફાયર થયા પછી ફરીથી રી-સ્ટાર્ટ થઈ શકે છે. આ ફીચરની મદદથી એક જ લૉન્ચમાં એકસાથે વધુ ઉપગ્રહોને અલગ-અલગ ઑર્બિટમાં છોડી શકાય છે.
 કંપનીનો દાવો છે કે આ રૉકેટ ઑન ડિમાન્ડ તૈયાર કરી શકાય છે અને ૨૪ કલાકની અંદર કોઈ પણ લૉન્ચ સાઇટથી લૉન્ચ થઈ શકે છે. 
 વિક્રમ-1 રૉકેટ ૨૦ મીટર ઊંચું અને ૧.૭ મીટર પહોળું છે એટલે કે એક મધ્યમ આકારની ટ્રક જેટલી પહોળાઈ છે. એનું વજન હલકું રાખવા માટે આખી બૉડી કાર્બન કમ્પોઝિટથી બની છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2025 10:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK