Operation Sindoor: ટાર્ગેટ કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનની અંદર સ્થિત હતા, જ્યારે બાકીના પાંચ POKમાં હતા. લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર યોજનાબદ્ધ રીતે હુમલા કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
Operation Sindoor: ભારતીય સેનાએ પહલગામ હુમલાનો જબરદસ્ત બદલો લેવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું. જાણી લો આ ઓપરેશનની પળેપળની માહિતી. અને આ ઓપરેશનને લગતી તમામ માહિતી
આ હુમલો પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 250 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહલગામ હુમલા બાદ પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. ત્યારે આ ગુપ્ત બેઠકોમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ આપણી ઘણી બહેનોને વિધવા કરી નાખી છે. એવી અનેક મહિલાઓ છે કે જેના માથાનું સિંદૂર ઉતારી નાખવામાં આવ્યું છે. તો આના જવાબમાં આપણે મોટા પગલાં લેવા પડશે. એમ નરેન્દ્ર મોદીએ ગુપ્ત બેઠકોમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ના સફળ સમાપન બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગઈકાલે મોડી રાત્રે ત્રણેય સેનાના વડાઓ સાથે વાતચીત કરી અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. નરેન્દ્ર મોદી પોતે આખી રાત સમગ્ર કામગીરી પર નજર રાખતા રહ્યા. ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના આધારે જ આ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ભારતના ત્રણેય દળો (સેના, વાયુસેના અને નૌકાદળ) એ સાથે મળીને આ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.
Operation Sindoor: પાકિસ્તાની સેનાના પ્રવક્તા અને ડીજી આઈએસપીઆર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે કુલ 24 હુમલા કર્યા, જે વિવિધ પ્રકારના હથિયારોથી કરવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ગુપ્તચર એજન્સી RAW એ બધા એ ટાર્ગેટને ઓળખી રાખ્યા હતા. ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર યોજનાબદ્ધ રીતે હુમલા કરવામાં આવ્યા હતા.
બે સૌથી મોટા હુમલાઓ JeMના ગઢ બહાવલપુર અને મુરિદકેમાં કરવામાં આવ્યા હતા, જેમાં દરેક સ્થળે અંદાજે 25-30 આતંકવાદીઓ માર્યા ગયા હતા. મુરિદકેમાં, મસ્જિદ વા મરકઝ તૈયબા ટાર્ગેટ હતું. જે લશ્કર-એ-તોયબાનું કેન્દ્ર અને મુખ્યાલય ગણાય છે. જેને લાંબા સમયથી પાકિસ્તાનની "આતંકવાદી નર્સરી" માનવામાં આવે છે.
Operation Sindoor: નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનની અંદર સ્થિત હતા, જ્યારે બાકીના પાંચ POKમાં હતા.
હવે વાત કરીએ કે આ જવાબી કાર્યવાહીમાં ભારતે કયા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. તો આ હુમલામાં અત્યાધુનિક અને લાંબા અંતરના હુમલા માટેનાં શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં SCALP ક્રુઝ મિસાઇલ, હેમર પ્રિસિઝન બોમ્બ અને લોઇટરિંગ મ્યુનિશનનો સમાવેશ થાય છે. (Operation Sindoor) આ મિસાઇલ બ્રિટનમાં સ્ટોર્મ શેડો તરીકે ઓળખાય છે. ફ્રાન્સિસી-બ્રિટિશ લાંબા અંતરની, ઓછી દૃશ્યતાવાળી હવામાંથી જમીન પર પ્રહાર કરતી ક્રુઝ મિસાઇલ છે. તે યુરોપિયન સંરક્ષણ કંપની MBDA દ્વારા તૈયાર કરાઇ છે. આ ભારતના 36 રાફેલ જેટનો એક ભાગ છે.

