પાંચ ખાલી હૅન્ડબૅગ અને પર્સના અંદરના ભાગમાં કોકેનનાં દસ પૅકેટ છુપાવી દેવામાં આવ્યાં હતાં
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ (IGI) ઍરપોર્ટ પર ૧૪ એપ્રિલે દુબઈથી પાછી ફરેલી એક ભારતીય મહિલાની ૭.૫૬ કિલોગ્રામ કોકેન સાથે ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેનની કિંમત ૭૫.૬ કરોડ રૂપિયા થાય છે.
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી ગુપ્ત જાણકારીના આધારે આ મહિલાને આંતરવામાં આવી હતી. તેની પાસે સામાનમાં પાંચ ખાલી હૅન્ડબૅગ અને પર્સ મળ્યાં હતાં, પણ આ હૅન્ડબૅગ અને પર્સના અંદરના ભાગમાં સફેદ પાઉડર ભરેલાં દસ પૅકેટ મળી આવ્યાં હતાં. આ તમામ પૅકેટમાં કોકેન હતું. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ, ૧૯૮૫ની જોગવાઈ હેઠળ આ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ દાણચોરીના નેટવર્ક અને સોર્સની જાણકારી મેળવવા માટે આ મહિલાની પૂછપરછ ચાલી રહી છે.

