થોડા દિવસ પહેલાં પોતાને ડૉગ-બ્રીડર ગણાવતા બૅન્ગલોરના એસ. સતીશ નામના ભાઈએ એક જાહેર ફંક્શનમાં એક અજીબોગરીબ લાગતા ડૉગ સાથે રૅમ્પ-વૉક કરીને કહ્યું
ડૉગ-બ્રીડર ગણાવતા બૅન્ગલોરના એસ. સતીશ નામના ભાઈએ એક જાહેર ફંક્શનમાં એક અજીબોગરીબ લાગતા ડૉગ સાથે રૅમ્પ-વૉક
થોડા દિવસ પહેલાં પોતાને ડૉગ-બ્રીડર ગણાવતા બૅન્ગલોરના એસ. સતીશ નામના ભાઈએ એક જાહેર ફંક્શનમાં એક અજીબોગરીબ લાગતા ડૉગ સાથે રૅમ્પ-વૉક કરીને કહ્યું હતું કે એ વુલ્ફ અને કૉકેશિયન શેફર્ડ બ્રીડ મિક્સ હોવાથી વુલ્ફ-ડૉગ છે જે મેં ૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે આ પ્રકારનો ડૉગ દુનિયાનો એકમાત્ર છે જે મેં ખરીદ્યો છે. જોકે આ પબ્લિસિટી પછી ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારીઓએ ૫૦ કરોડનું ફૉરેન ટ્રાન્ઝૅક્શન કઈ રીતે થયું એની તપાસ શરૂ કરી હતી. સતીશના બૅન્ગલોરના જે. પી. નગરમાં આવેલા ઘરે જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમને ન તો કોઈ એક્ઝૉટિક ડૉગ મળ્યો હતો કે ન તો ડૉગ રાખવાનું લાઇસન્સ અને આટલા કરોડ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન કઈ રીતે થયું એની સ્પષ્ટતા પણ ન મળી. સતીશના ઇન્સ્ટાગ્રામ પર જે મોંઘી બ્રીડના ડૉગ જોવા મળે છે એ હકીકતમાં કોઈક પાસેથી ઉધાર લઈને આવેલા ડૉગ હોય છે. સતીશ પોતે ઇન્ડિયન ડૉગ બ્રીડર્સ અસોસિએશનનો પોતે પ્રેસિડન્ટ છે એવો દાવો કરે છે અને વિવિધ એક્સપેન્સિવ પ્રજાતિના ડૉગીઝ લઈને ઇવેન્ટમાં જવાના અઢીથી દસ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

