Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ઝડપાયો ISIS આતંકવાદી

ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ઝડપાયો ISIS આતંકવાદી

Published : 06 April, 2026 11:33 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુરક્ષા-કર્મચારીઓએ તેની પાસેથી વિસ્ફોટકો બનાવવામાં વપરાતી સામગ્રી અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે ઉત્તર પ્રદેશ ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) સાથે મળીને ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક શંકાસ્પદ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) આતંકવાદી રિઝવાન અહમદની ધરપકડ કરી હતી. રિઝવાન ૨૦૧૫થી ISIS સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને ભારતમાં કટ્ટરવાદી વિચારધારા સાથે જોડાયેલા નેટવર્ક બનાવતી વખતે અનેક વ્યક્તિઓનું બ્રેઇન વૉશ કરવામાં સક્રિય રીતે સામેલ હતો. 

રિઝવાન અહમદની ગતિવિધિઓ પર ઘણા સમયથી નજર રાખવામાં આવી હતી. રિઝવાનની અગાઉ ૨૦૧૫માં આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓના સંબંધમાં મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેની પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં રાષ્ટ્રવિરોધી સામગ્રી મળી આવી હતી. તેને ૨૦૧૫માં આર્થર રોડ જેલમાં કેદ કરવામાં આવ્યો હતો.



સુરક્ષા-કર્મચારીઓએ તેની પાસેથી વિસ્ફોટકો બનાવવામાં વપરાતી સામગ્રી અને અનેક દસ્તાવેજો જપ્ત કર્યાં છે. હવે તેના નેટવર્ક અને તેના સંપર્કમાં રહેલા અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.


ATSના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં કાર્યરત ISIS સાથે જોડાયેલા ઑનલાઇન નેટવર્ક્સની પ્રવૃત્તિઓની ચાલી રહેલી તપાસ દરમ્યાન સહારનપુર જિલ્લાના રહેવાસી હારિશ અલીની ધરપકડ કરવામાં આવી હતી. બીજા વર્ષના BDS વિદ્યાર્થી પર આરોપ છે કે તે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અને અનેક એન્ક્રિપ્ટેડ ઍપ્લિકેશનો દ્વારા ISIS હૅન્ડલર્સ અને સહાનુભૂતિ ધરાવતા લોકો સાથે સંકળાયેલો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 11:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK