ટૅન્કર ટોલપ્લાઝા સાથે અથડાયા પછી ગૅસ લીક થવા લાગ્યો હતો અને થોડી સેકન્ડોમાં ત્રીસથી ૪૦ ફુટની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો
આગની જ્વાળાઓ પચીસથી ૩૦ ફુટ ઊંચી ઊછળી હતી
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં એક લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ટૅન્કર ટોલબૂથ સાથે અથડાતાં આગ ફાટી નીકળ્યા બાદ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ૨૬ જૂને સવારે ૬.૩૮ વાગ્યે કોખરાજ પોલીસ-સ્ટેશન હેઠળના સિરોહી ટોલપ્લાઝા પર બની હતી અને ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે ઘટનાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સામે આવ્યાં હતાં. આ ઘટનાના વિડિયોમાં જોઈ શકાય છે કે ટૅન્કર ટોલપ્લાઝા સાથે અથડાયા પછી ગૅસ લીક થવા લાગ્યો હતો અને થોડી સેકન્ડોમાં ત્રીસથી ૪૦ ફુટની ત્રિજ્યામાં ફેલાઈ ગયો હતો. ટોલપ્લાઝા પર ચાલી રહેલા એક જનરેટર સુધી ગૅસ પહોંચ્યો હતો જેને કારણે જોરદાર વિસ્ફોટ થયો અને બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આગની જ્વાળાઓ પચીસથી ૩૦ ફુટ ઊંચી ઊછળી હતી. આ ઘટના વિશે તપાસ થઈ રહી છે.
