Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહે સપરિવાર અક્ષયવટની આરતી અને પરિક્રમા કરી, ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

અમિત શાહે સપરિવાર અક્ષયવટની આરતી અને પરિક્રમા કરી, ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

Published : 28 January, 2025 12:06 PM | IST | Prayagraj
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગઈ કાલે મહાકુંભ નગરમાં આવેલા પવિત્ર અક્ષયવટનાં દર્શન કર્યાં હતાં.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા સંતો સાથે સંગમમાં ડૂબકી લગાવતા અમિત શાહ. તેમણે દીકરા જય અને યોગી આદિત્યનાથ સાથે સંગમની પૂજા પણ કરી હતી. સંતોએ જય શાહના દીકરાને આશીર્વાદ આપ્યા હતા. અમિત શાહે ત્યાર બાદ સપરિવાર અક્ષયવટની પૂજા કરી હતી.

મહાકુંભ ડાયરી

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ તથા સંતો સાથે સંગમમાં ડૂબકી લગાવતા અમિત શાહ. તેમણે દીકરા જય અને યોગી આદિત્યનાથ સાથે સંગમની પૂજા પણ કરી હતી. સંતોએ જય શાહના દીકરાને આશીર્વાદ આપ્યા હતા. અમિત શાહે ત્યાર બાદ સપરિવાર અક્ષયવટની પૂજા કરી હતી.


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગઈ કાલે મહાકુંભ નગરમાં આવેલા પવિત્ર અક્ષયવટનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના બે નાયબ મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.


અક્ષયવટ મંદિરના પૂજારીઓએ વૈદિક મંત્રો સાથે પૂજા કરી હતી અને અમિત શાહ, તેમના પરિવારના સભ્યો અને યોગી આદિત્યનાથે અક્ષયવટની આરતી કરી હતી અને પછી પાર્થના કરી હતી.



આ પૂજાવિધિ બાદ અમિત શાહ, યોગી આદિત્યનાથ અને સંત સમાજના સભ્યોએ અક્ષયવટની પરિક્રમા કરી હતી અને મહાકુંભની આગામી ઇવેન્ટ્સ વિશે ચર્ચા કરી હતી.


આ પૂજાવિધિમાં અમિત શાહનાં પત્ની સોનલ શાહ, પુત્ર જય શાહ, પુત્રવધૂ અને અમિત શાહનાં ગ્રૅન્ડચિલ્ડ્રને પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે અક્ષયવટ સાથે અમિત શાહ અને પરિવારે તસવીરો પણ ખેંચાવી હતી.


આ પહેલાં ગૃહ પ્રધાને સાધુ-સંતો સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી અને પરિવાર તથા દેશના નાગરિકો માટે આશીર્વાદ માગ્યા હતા.

હિન્દુ માન્યતા અનુસાર અક્ષયવટ અનાદિકાળથી છે અને પ્રયાગરાજમાં સૌથી પવિત્ર સ્થાનોમાં એક છે. મહાભારત, રામાયણ અને પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે. ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામે પણ વનવાસ વખતે અક્ષયવટના છાંયડામાં બેસીને ધ્યાન ધર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2025 12:06 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK