Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદ-હુબલીની ફ્લાઇટે બે કલાક હવામાં ચક્કર કાપ્યાં, પૅસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા

હૈદરાબાદ-હુબલીની ફ્લાઇટે બે કલાક હવામાં ચક્કર કાપ્યાં, પૅસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા

Published : 21 April, 2026 01:33 PM | IST | Hubballi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખરાબ વેધરને કારણે પ્લેન હલવા લાગતાં મુસાફરો રડતાં-રડતાં પ્રાર્થના કરતા હોય એવો વિડિયો વાઇરલ

હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly-91 ઍરલાઇનની ફ્લાઇટ

હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly-91 ઍરલાઇનની ફ્લાઇટ


હૈદરાબાદથી હુબલી જઈ રહેલી Fly-91 ઍરલાઇનની એક ફ્લાઇટ રવિવારે ખરાબ મોસમને કારણે બે કલાક સુધી હવામાં જ ચક્કર કાપતી રહી હતી. એને કારણે પ્લેનમાં સવાર પૅસેન્જરોએ પણ તેજ ઝાટકા અનુભવ્યા હતા. સોશ્યલ મીડિયામાં વાઇરલ એક વિડિયોમાં હલી રહેલા પ્લેનમાં મુસાફરો હાથ જોડીને રડતાં-રડતાં પ્રાર્થના કરી રહેલા દેખાતા હતા. લો કૉસ્ટ ઍરલાઇનની આ ફ્લાઇટ બપોરે બે વાગ્યે હૈદરાબાદથી રવાના થઈ હતી. એ સાંજે ૪.૩૦ હુબલી પહોંચવાની હતી, પરંતુ ખરાબ મોસમને કારણે લૅ‌ન્ડિંગ પહેલાં બે કલાક ફ્લાઇટ હવામાં ચક્કર કાપતી રહી હતી. ફ્લાઇટને બૅન્ગલોર ડાઇવર્ટ કરવામાં આવી હતી અને આખરે ૬.૩૦ વાગ્યે ફ્લાઇટ લૅન્ડ થઈ હતી.



Fly-91 ઍરલાઇને કહ્યું હતું કે ‘ફ્લાઇટમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી. ખરાબ મોસમને કારણે જ ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 01:33 PM IST | Hubballi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK