Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝારખંડમાં નરેન્દ્ર મોદીનું પ્લેન ખોટકાયું

ઝારખંડમાં નરેન્દ્ર મોદીનું પ્લેન ખોટકાયું

Published : 16 November, 2024 11:01 AM | Modified : 16 November, 2024 11:08 AM | IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે કલાક સુધી અટવાઈ રહ્યા બાદ ઍર ફોર્સના પ્લેનમાં દિલ્હી પહોંચ્યા

દેવઘર ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીના ઍરક્રાફ્ટમાં ખરાબી સર્જાઈ એ પછી દિલ્હીથી તેમને માટે નવું ઍરક્રાફ્ટ મગાવવામાં આવ્યું હતું.

દેવઘર ઍરપોર્ટ પર નરેન્દ્ર મોદીના ઍરક્રાફ્ટમાં ખરાબી સર્જાઈ એ પછી દિલ્હીથી તેમને માટે નવું ઍરક્રાફ્ટ મગાવવામાં આવ્યું હતું.


ઝારખંડના દેવઘરમાં ગઈ કાલે બપોરે નરેન્દ્ર મોદીના પ્લેનમાં ટે​ક્નિકલ ખામી સર્જાતાં તેઓ બે કલાક માટે અટવાઈ ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી પ્લેનમાં બેસી ગયા હતા અને એ ટેક-ઑફ કરવાનું જ હતું ત્યારે એમાં ટે​ક્નિકલ ખામી હોવાનું સામે આવ્યું હતું. આને લીધે ઍરક્રાફ્ટને અટકાવી દેવામાં આવ્યું હતું અને ફૉલ્ટ શોધીને એને રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે આ સમય દરમ્યાન દિલ્હીથી ઍર ફોર્સનું પ્લેન મગાવવામાં આવ્યું હતું અને એ આવ્યા બાદ નરેન્દ્ર મોદી દિલ્હી પાછા ફર્યા હતા. 


ઝારખંડમાં ચૂંટણીપ્રચાર માટે નરેન્દ્ર મોદી ગયા હતા. એ પહેલાં તેઓ બિહારના જમુઈ ગયા હતા. આખા દેશમાં આદિવાસી નેતા બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવતા જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ જમુઈ ગયા હતા.



રાહુલ ગાંધીની મૂવમેન્ટને રોકી રાખવાનો કૉન્ગ્રેસનો આરોપ



દેવઘરથી ૮૦ કિલોમીટર દૂર ગોડ્ડામાં રાહુલ ગાંધીના હેલિકૉપ્ટરને પોણો કલાક સુધી ટેક-ઑફ માટે ઍર ટ્રાફિક કન્ટ્રોલે ક્લિયરન્સ આપ્યું ન હોવાથી કૉન્ગ્રેસે સરકાર પર વિપક્ષના નેતાને જાણી જોઈને હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો. કૉન્ગ્રેસે આ બાબતની ચૂંટણીપંચને ફરિયાદ પણ કરી છે. એનું કહેવું છે કે વડા પ્રધાનની ઇવેન્ટને વધારે મહત્ત્વ મળે એ માટે રાહુલ ગાંધીની મૂવમેન્ટ રોકી રાખવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2024 11:08 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK