અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ તેગ હેલિયાંગના મોત પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ એક બહાદુર સિપાહી હતા અને તેમણે સાહસ અને સન્માન સાથે દેશની સેવા કરી હતી.
૩૦ વર્ષના તેજ હેલિયાંગ
મૂળ અરુણાચલ પ્રદેશના તાજંગ ગામના અને હાલમાં શ્રીનગરના ઇન્ડિયન ઍરફોર્સ બેઝ પર જેમની પોસ્ટિંગ હતી એવા ૩૦ વર્ષના તેજ હેલિયાંગે પણ કાશ્મીરમાં જીવ ગુમાવ્યો હતો. હજી ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ તેમનાં લગ્ન થયાં હતાં અને અત્યારે પત્ની સાથે વેકેશન માણવા કાશ્મીર ગયા હતા. તેગ હેલિયાંગ આઠ વર્ષ પહેલાં ઍરફોર્સમાં જોડાયા હતા. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ તેગ હેલિયાંગના મોત પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ એક બહાદુર સિપાહી હતા અને તેમણે સાહસ અને સન્માન સાથે દેશની સેવા કરી હતી.

