શહબાઝ શરીફે આજે નેશનલ સિક્યોરિટી કમિટી (એનએસસી)ની ઇમરજન્સી બેઠક બોલાવ્યા બાદ અનેક જાહેરાતો કરી છે જેમાં પાકિસ્તાની ઍર સ્પેસ બંધ કરવાથી માંડીને શિમલા કરાર સસ્પેન્ડ કરવા સુધીની જાહેરાતો કરવામાં આવી છે.
શહબાઝ શરીફ અને નરેન્દ્ર મોદીની તસવીરોનો કૉલાજ
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. ભારત સરકારે આ હુમલાના જવાબમાં કઠોર પગલાં લેતા સિંધુ જળ કરારને સસ્પેન્ડ કરી દીધો છે અને પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા છૂટ યોજના (SVES) રદ કરી દીધી છે. આ સિવાય, નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગની રક્ષા, નૌસેના અને વાયુસેના સલાહકારોને `વણજોઈતા વ્યક્તિ` જાહેર કરવામાં આવ્યા છે. આ પગલાંથી રઘવાયેલ પાકિસ્તાને ઍરસ્પેસ કરી બંધ અને શિમલા કરાર પણ સસ્પેન્ડ કરી દીધું છે.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં સીસીએસની બેઠકમાં સિંધુ જળ કરાર પર રોક સહિત પાંચ મોટા નિર્ણય લેવામાં આવ્યા. જેના જવાબમાં પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટી કમિટી (NSC)ની મહત્ત્વની બેઠક થઈ, જેમાં ભારત માટે પાકિસ્તાનના ઍર સ્પેસને બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શિમલા કરારને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભારતીય ફ્લાઇટ્સ માટે ઍરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરવાની સાથે પાકિસ્તાને કહ્યું કે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર પણ ભારતીય સ્વામિત્વવાળી અથવા ભારતીય સંચાલિત ઍરલાઈન્સ માટે તત્કાલ પ્રભાવથી બંધ કરી દેવામાં આવશે. તો, પાકિસ્તાનના માધ્યમે કોઈ ત્રીજા દેશથી ભારત સાથેના બધા વેપારને પણ તત્કાલ પ્રભાવતી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભારતની કાર્યવાહીથી રઘવાયેલા પાકિસ્તાને કહ્યું કે સિંધુ જળ સંધિ હેઠળ તેના માટે નિર્ધારિત જળને વાળવાનું કોઈપણ પગલું યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. સાથે જ તેણે પહલગામ હુમલાને ધ્યાનમાં રાખતા દેશ વિરુદ્ધ નવી દિલ્હી દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંના જવાબમાં ભારત સાથે વેપાર, શિમલા કરાર સહિત દ્વિપક્ષીય કરાર અને હવાઈ ક્ષેત્રોનને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી. પહલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવા અને રાજનાયિક સંબંધોને ઘટાડવાના ભારતાન પગલાં પર દેશની પ્રતિક્રિયા તૈયાર કરવા માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાજ શરીફની અધ્યક્ષતામાં એક બેઠક બાદ આ જાહેરાતો કરવામાં આવી.
આ બેઠકમાં પાકિસ્તાનના મુખ્ય મંત્રીઓ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક બાદ જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પાકિસ્તાન ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરશે, જેમાં શિમલા કરારનો સમાવેશ થાય છે પરંતુ તે મર્યાદિત નથી." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન વાઘા બોર્ડર ક્રોસિંગ તાત્કાલિક અસરથી બંધ કરશે. જોકે, ભારતે અટારી બોર્ડર ચેકપોસ્ટ પહેલાથી જ બંધ કરી દીધી છે. આ ઉપરાંત, પાકિસ્તાને ભારતીય નાગરિકોને જારી કરાયેલા સાર્ક વિઝા મુક્તિ યોજના (SVES) હેઠળના તમામ વિઝા પણ સ્થગિત કરી દીધા છે અને શીખ ધાર્મિક યાત્રાળુઓ સિવાય, તેમને તાત્કાલિક અસરથી રદ કરાયેલા ગણ્યા છે. શીખ યાત્રાળુઓ સિવાય, SVES હેઠળ હાલમાં પાકિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને 48 કલાકની અંદર પાકિસ્તાન છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બેઠક પછી જારી કરાયેલા એક નિવેદન અનુસાર, NSC એ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના એકપક્ષીય નિર્ણયને સ્પષ્ટપણે નકારી કાઢ્યો, આ કરારને પ્રાદેશિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો, જ્યારે ભાર મૂક્યો કે પાણી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત અને 240 મિલિયન પાકિસ્તાનીઓ માટે જીવનરેખા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "સિંધુ જળ સંધિ હેઠળ પાણીના પ્રવાહને અવરોધવા અથવા તેને વાળવાનો અને નીચલા નદી કિનારાના લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પાકિસ્તાનનો કોઈપણ પ્રયાસ યુદ્ધનો કૃત્ય માનવામાં આવશે." ૩૦ એપ્રિલથી ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનની સંખ્યા ઘટાડીને ૩૦ રાજદ્વારીઓ અને સ્ટાફ કરવામાં આવશે.

