Pakistan Missile Test: પાકિસ્તાન અરબી સમુદ્રમાં આ પરીક્ષણ કરે તેવી શક્યતા પણ વર્તાઇ રહી છે. ભારતીય વિમાનવાહક જહાજ વિક્રાંત હાલમાં તૈનાત છે.
પ્રતીકાત્મક તસવીર
Pakistan Missile Test: તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલા બાદ આખો દેશ શોકમાં ડૂબેલો છે ત્યારે પાકની નાપાક હરકતો હજી ચાલુ જ હોવાની વાત સામે આવી છે. વાત એમ છે કે ભારત તરફથી હવે જવાબી કાર્યવાહી થઈ શકે એના ડરથી પાકિસ્તાને પણ પોતાની વાયુસેનાને અલર્ટ કરી નાખી છે. તેણે વાયુસેનાના વિમાનોની ગતિવિધિઓને પણ વધારી નાખી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાન હવે એક મિસાઇલ પરીક્ષણ કરવા જઇ રહ્યું છે. ૪૮૦ કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલનું પરીક્ષણ તે એવે સમયે કરવા જઇ રહ્યું છે જ્યારે પહલગામના આંતકી હુમલા બાદ સમગ્ર ભારત દેશ ગુસ્સામાં છે.
ડેમિયન સિમોન નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ જે પ્રકારે માહિતી શેર કરવામાં આવી છે અનુસાર પાકિસ્તાન 24થી 25 એપ્રિલની વચ્ચે પોતાનું આ મિસાઇલ પરીક્ષણ (Pakistan Missile Test) આયોજિત કરી શકે છે. જેને પગલે પાકિસ્તાને અરબી સમુદ્રમાં નો ફલાય ઝોન પણ જારી કર્યો છે અને ચેતવણી આપી છે કે તમામ નાવિકોએ આ ક્ષેત્રથી દૂર જ રહેવું.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. જેમાં અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ INS વિક્રાંતની હાજરી જોઈ શકાય છે. હવે ભારત કોઈપણ જવાબી પ્રતિક્રિયા આપવા સજ્જ થયું છે. ભારતીય નૌકાદળનામિગ-૨૯ ફાઇટર એરક્રાફ્ટથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર કરવાર તટ પાસે અરબી સમુદ્રના ક્ષેત્રમાં કાર્યરત થઈ ગયું છે. પાકિસ્તાન અરબી સમુદ્રના તે જ વિસ્તારમાં મિસાઇલનું પરીક્ષણ (Pakistan Missile Test) કરે તેવી શક્યતા પણ વર્તાઇ રહી છે. ભારતીય વિમાનવાહક જહાજ વિક્રાંત હાલમાં તૈનાત છે.
તાજેતરમાં જ ભારતીય નૌકાદળને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા હતા કે સરકારે ૨૬ રાફેલ મરીન લડાકુ વિમાનોની ખરીદી માટે મંજૂરી આપી હતી. દેશની સુરક્ષા કમિટીએ આશરે ૬૩.૦૦૦ કરોડ રૂપિયામાં આ ઐતિહાસિક સોદો કર્યો હોવાની વાત પણ થોડાક સમય પહેલાં જ સામે આવી હતી. જે અંતર્ગત ભારતીય નૌકાદળને 22 સિંગલ-સીટર અને 4 ટ્વીન-સીટર રાફેલ મરીન જેટ મમળવાના હતા. આ ઉપરાંત તેમાં દેશમાં કેટલાક ભાગોના તાલીમ, જાળવણી, લોજિસ્ટિક્સ સપોર્ટ અને ઉત્પાદનનું એક મોટું પેકેજ પણ શામેલ છે. એનો અર્થ એ થયો કે માત્ર વિમાન જ નહીં, પરંતુ તેમને ઉડાવવા અને હેન્ડલિંગ માટેની સંપૂર્ણ વ્યવસ્થા (Pakistan Missile Test) પણ કરવામાં આવી છે.
Pakistan Missile Test: આમ જોતાં આપણે કહી શકીએ કે રાફેલ મરીનના આવ્યા બાદ ભારત ત્યાં જ અટકી ગયું હોય એવું તો બિલકુલ જ નથી. DRDO અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી બીજા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર પણ સાથે મળીને કામ કરી રહી છે. આમ, ભારતીય નૌકાદળ પોતાની શસ્ત્રશક્તિમાં વધારો કર્યો છે.

