Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આંધી અને વરસાદથી પટનામાં ભારે તબાહી, ૪ જણના જીવ ગયા

આંધી અને વરસાદથી પટનામાં ભારે તબાહી, ૪ જણના જીવ ગયા

Published : 09 May, 2026 01:02 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીજળીના તાર તૂટી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાવર-સપ્લાય થોડા કલાકો માટે ખોરવાઈ ગઈ હતી.

ગઈ કાલે પટનામાં તૂટી પડેલા વૃક્ષની નીચે દબાઈ ગયેલી રિક્ષા.

ગઈ કાલે પટનામાં તૂટી પડેલા વૃક્ષની નીચે દબાઈ ગયેલી રિક્ષા.


બિહારની રાજધાની પટનામાં શુક્રવારે બપોર પછી બગડેલી મોસમે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. સાંજે અડધા કલાક માટે આવેલા તોફાની વરસાદે શહેરમાં તબાહી મચાવી દીધી હતી. વાવાઝોડાને કારણે ઠેર-ઠેર વૃક્ષો પડી ગયાં હતાં અને કાચાં ઘરો અને દુકાનોનાં છાપરાં ઊડી ગયાં હતાં. ડઝનેક ગાડીઓ વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી. એક ચાલતી રિક્ષા પર વૃક્ષ પડવાથી ૩ લોકો મૃત્યુ પામ્યા હતા. એક ઘર પર વૃક્ષ તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ઇસ્કૉન મંદિર પાસે લાગેલા મેળામાં વાવાઝોડાને કારણે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. એક વટવૃક્ષ પડી જવાને કારણે એક શિવમંદિર તૂટી ગયું હતું. એની આસપાસનાં ૩ ઘરને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. વીજળીના તાર તૂટી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાવર-સપ્લાય થોડા કલાકો માટે ખોરવાઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 01:02 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK