કેન્દ્ર સરકારે જાહેર કરેલા સુધારાને કારણે દિવાળીમાં મળશે GST બોનાન્ઝા
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સની પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિવાળીથી હાલના ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી એનાથી સામાન્ય માણસ પરનો બોજ ઓછો થશે. અહેવાલો અનુસાર કેન્દ્રએ GSTના ચાર સ્લૅબને ઘટાડીને ફક્ત બે (સ્ટાન્ડર્ડ અને મેરિટ) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ૧૨ ટકાના સ્લૅબ હેઠળની મોટા ભાગની વસ્તુઓને પાંચ ટકાના સ્લૅબમાં લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ૨૮ ટકા ટૅક્સ ધરાવતાં ઉત્પાદનોને ૧૮ ટકાના સ્લૅબમાં મૂકવામાં આવે એવી શક્યતા છે; જ્યારે તમાકુ, શરાબ, પાનમસાલા અને ઑનલાઇન સટ્ટાબાજી જેવાં ઉત્પાદનોને ૪૦ ટકાના સ્લૅબમાં મૂકવામાં આવશે.ઘટાડો થયેલા GST દરો સાથે જેના પર અગાઉ ૧૨ ટકા અથવા ૧૮ ટકા કર લાગતો હતો એવી તમામ વસ્તુઓને પાંચ ટકા સ્લૅબમાં આવરી લેવામાં આવ્યા પછી આવી ચીજો ગ્રાહકો માટે સસ્તી થઈ જશે. આમાં નાસ્તા, પૅક્ડ વસ્તુઓ અને ઘણુંબધું સામેલ છે.
પાંચ ટકા સ્લૅબમાં આવરી લેવામાં આવનારી વસ્તુઓ
* ટૂથ-પાઉડર, વાળનું તેલ, સાબુ, ટૂથપેસ્ટ, છત્રીઓ
* પ્રોસેસ્ડ ફૂડ
* મોબાઇલ, કમ્પ્યુટર્સ
* સીવણ મશીનો, પાણીના ફિલ્ટર, પ્રેશર કુકર, ઇસ્ત્રી, વૉટર હીટર (ગીઝર)
* વૅક્યુમ ક્લીનર્સ
* શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટે ગાડીઓ
* તૈયાર વસ્ત્રો (૧૦૦૦ રૂપિયાથી વધુ કિંમત)
* ફુટવેઅર (૫૦૦થી ૧૦૦૦ રૂપિયાની રેન્જ)
* મોટા ભાગની રસીઓ
* HIV, હેપેટાઇટિસ, ટીબી માટે ડાયગ્નોસ્ટિક કિટ
* ચોક્કસ આયુર્વેદિક અને યુનાની દવાઓ
* એક્સરસાઇઝ બુક્સ-નોટબુકો, ભૂમિતિ બૉક્સ, નકશા અને પૃથ્વીના ગોળા સહિતની સ્ટેશનરી
* ઍલ્યુમિનિયમ, સ્ટીલથી બનેલાં રસોઈનાં વાસણો
* સાઇકલ
* કેરોસીન સિવાયના ચૂલા, બાર્બેક્યુ
* જાહેર પરિવહન વાહનો (વેચાણ વખતે, ભાડા માટે નહીં)
* ચમકદાર ટાઇલ્સ
* વેન્ડિંગ મશીનો
* યાંત્રિક થ્રેશર્સ જેવાં કૃષિ સાધનો
* પૅકેજ્ડ ખોરાક જેમ કે કન્ડેન્સ્ડ મિલ્ક, ફ્રોઝન શાકભાજી (કેટલાક પ્રકારો)
* સોલર વૉટર હીટર
૧૮ ટકા અને ૨૮ ટકાના GSTવાળી આ વસ્તુઓ દિવાળીથી સસ્તી થશે
* વીમો : ૧૮ ટકાથી પાંચ ટકા અને કેટલાક કિસ્સાઓમાં શૂન્ય ટકા પણ હોઈ શકે છે
* સેવા ક્ષેત્ર – ૧૮ ટકા થવાની સંભાવના છે
* સિમેન્ટ, રેડી-મિક્સ કૉન્ક્રીટ
* ઍર-કન્ડિશનર, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીનો
* કાર અને મોટરસાઇકલની સીટ (કેટલાક પ્રકાર અલગ-અલગ દરો આકર્ષિત કરી શકે છે)
* રેલવે માટે છત પર માઉન્ટેડ પૅકેજ યુનિટ ઍર-કન્ડિશનિંગ મશીનો
* ઍરેટેડ વૉટર
* ડિશવૉશર
* વ્યક્તિગત ઉપયોગ માટે વિમાન
* પ્રોટીન કૉન્સન્ટ્રેટ્સ, ખાંડની ચાસણી, સુગંધી કૉફી, કૉફી કૉન્સન્ટ્રેટ્સ
* ડેન્ટલ ફ્લોસ
* વાણિજ્યિક પ્લાસ્ટિક ઉત્પાદનો
* રબર ટાયર (સાઇકલ અને કૃષિવાહનો માટે ઓછો કરવેરા)
* પ્લાસ્ટર
* ટેમ્પર્ડ ગ્લાસ
* ઍલ્યુમિનિયમ ફૉઇલ
* રેઝર
* મૅનિક્યૉર/પેડિક્યૉર કિટ
* પ્રિન્ટર

